એક વ્યક્તિ :: નિનાદ અધ્યારુ.
November 15, 2009 at 7:10 pm 11 comments

રાત આખી જાગવા જેવી હતી,
એક વ્યક્તિ ચાહવા જેવી હતી.
ઉમ્રભર એને કદી આપી નહી,
એક વસ્તુ આપવા જેવી હતી.
છોકરો દોડ્યા કર્યો હરણાની જેમ,
છોકરી પણ ઝાંઝવાં જેવી હતી.
આપણે છીએ કે નીચું ના નમ્યા,
વાત એની ત્રાજવા જેવી હતી.
માત્ર આંસુઓ જ જોયાં છે તમે,
આંખ એની વાંચવા જેવી હતી.
Entry filed under: કવિતા. Tags: .
1.
ઈશ્ક પાલનપુરી | November 21, 2009 at 5:40 pm
nice gazal ! every sher is excellent !!
2.
nilam doshi | December 4, 2009 at 6:44 pm
ખૂબ સરસ…દરેક શેર માણવો ગમ્યો
3.
પંચમ શુક્લ | December 9, 2009 at 11:07 pm
સરસ ગઝલ.
4.
parth Rupareliya | January 15, 2010 at 12:38 pm
very nice gazal ! every sher is excellent !!
gazal Nakhasikh gami.
5.
sudhir patel | February 27, 2010 at 9:29 am
Enjoyed very nice Gazal!
Sudhir Patel.
6.
aditi | March 4, 2010 at 9:01 am
nice poem.. i really like it
7.
dhaval soni | August 10, 2010 at 6:15 pm
adbhut!
8.
riddhi.bharat | April 20, 2011 at 2:37 am
khub j sunbar gazal chhe.hu collej ma hati tyare tmari gazalo vacheli atyare to yad pan nathi.achan tamaru nam joy ne ya avyu.tamaru koy alag blog chhe?hoy to add apso plz?.mari tmari juni gazal vanchavi chhe.tanks very much
9. એક વ્યક્તિ :: નિનાદ અધ્યારુ. | | GujaratiLinks.comGujaratiLinks.com | June 14, 2011 at 12:01 pm
[...] અમીઝરણું… [...]
10.
P.K.Davda | February 10, 2012 at 11:47 pm
ખરેખર બહુ સરસ. અંતરને છબી જાય એવી.
-પી.કે.દાવડા
11.
વિજય ચલાદરી | June 16, 2012 at 8:31 pm
ગમતાનો ગુલાલ કરવો પડે..!