ગિરનાર :: ઉર્વીશ વસાવડા
December 13, 2009 at 8:21 pm 9 comments
કોઇ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે
પ્રત્યેક ટૂંક પરથી ગિરનાર સાદ પાડે
આંખો અગર મીચું તો દેખાય દત્ત સામે
કેવી અમીનજરથી ગિરનાર સાદ પાડે
પળભર ઊભી પગથિયે પુલકિત થઇ જવાતું
સ્પર્શી અદીઠ કરથી ગિરનાર સાદ પાડે
જો કાળમીંઢ પથ્થરનું મૌન સાંભળી લે
લાગે બીડ્યા અધરથી ગિરનાર સાદ પાડે
આ તાલ મંજીરાનો, કરતાલ, ચાખડીઓ
મીઠા પ્રભાતી સ્વરથી ગિરનાર સાદ પાડે
આખા નગરને થાતો એવો અકળ અનુભવ
જાણે સતત ભીતરથી ગિરનાર સાદ પાડે.

1.
Haresh kanani | December 13, 2009 at 11:08 pm
… બ્લોગ ખુબ જ સરસ છે.
અને
બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
હું આપના પ્રતિભાવની રાહ જોઇશ. {કવિતાવિશ્વ]
http://palji.wordpress.com
2.
sudhir patel | December 20, 2009 at 7:55 am
Very nice Gazal!
Sudhir Patel.
3. ગિરનાર :: ઉર્વીશ વસાવડા | | GujaratiLinks.comGujaratiLinks.com | June 13, 2011 at 12:00 pm
[...] અમીઝરણું… [...]
4.
mansukhkalar | September 26, 2011 at 3:26 pm
ગીરનાર સાદ પાડે. વાહ , ઉર્વીશભાઈ .ખુબ સરસ .
5.
વિશ્વદીપ બારડ | September 28, 2011 at 7:59 pm
આખા નગરને થાતો એવો અકળ અનુભવ
જાણે સતત ભીતરથી ગિરનાર સાદ પાડે.
sundar rachana..
6.
Vineshchandra Chhotai | February 7, 2012 at 11:07 am
bahuj doorthij “GIRNAR ” ae manmohak lage che ; varsho ni varsho ni bad pan the bahuj yad avache ; kemke mari matrubhumi ; tane vandan …………pranam mara ; urvishbhai ; fari fari ankho radvidhi tamoye …………………….vatan ni yado ne yad karvi dhi tamoye
7.
વિજય ચલાદરી | June 16, 2012 at 8:26 pm
પરિક્રમા કર્યા પછી
ગિરનારની યાદ મિત્ર કાફિર મઝલૂમી, રાજેશ વણકર અને વિનુ બામણીયા સાથે તાજી થઈ.
કવિશ્રીને અભિનંદન..!
8.
amitpisavadiya | June 17, 2012 at 5:40 pm
Thank you for your kind words at amizaranu…
amit pisavadiya http://amitpisavadiya.wordpress.com
9.
કાફિર કવિ | November 6, 2012 at 8:46 am
વાહ વાહ ઉર્વીશભાઇ વાહ
“ગરવો આ ગિરનારને, ગરવો છે દાતાર
ગરવી એની ગોદમાં, ગરવા થયા આચાર”