Posts filed under 'ભજન - આરતી'

મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.

મા  નો  ગરબો  રે,  રમે  રાજ  ને  દરબાર.

મા  નો  ગરબો  રે ,  રમે  રાજ  ને  દરબાર,
રમતો  ભમતો  રે  આવ્યો  કુંભારી  ને  દ્વાર.

એલી  કુંભારી  ની  નાર  તું  તો  સુતી  હોય  તો  જાગ,
મા  ને  ગરબે  રે  રૂડા  કોડિયાં  મેલાવ.

મા  નો  ગરબો  રે ,  રમે  રાજ  ને  દરબાર,
રમતો  ભમતો  રે  આવ્યો  સોનીડા  ને  દ્વાર.

એલી  સોનીડા  ની  નાર  તું  તો  સુતી  હોય  તો  જાગ,
મા  ને  ગરબે  રે  રૂડા  જાળીયા  મેલાવ.

મા  નો  ગરબો  રે ,  રમે  રાજ  ને  દરબાર,
રમતો  ભમતો  રે  આવ્યો  ઘાંચીડા  ને  દ્વાર.

એલી  ઘાંચીડા  ની  નાર  તું  તો  સુતી  હોય  તો  જાગ,
મા  ને  ગરબે  રે  રૂડા  દિવેલીયા  પુરાવ.

મા  નો  ગરબો  રે,  રમે  રાજ  ને  દરબાર.


4 comments September 23, 2006

મંગલ મંદિર ખોલો - નરસિંહરાવ દિવેટિયા.

નરસિંહરાવ ભો. દિવેટિયા ( 03-09-1859 :: 14-04-1937 )


      મંગલ  મંદિર  ખોલો, 
                        દયામય !
      મંગલ  મંદિર  ખોલો,

જીવનવન  અતિ  વેગે  વટાવ્યું
               દ્વાર  ઊભો  શિશુ  ભોળો ; 
તિમિર  ગયું  ને  જ્યોતિ  પ્રકાશ્યો,
               શિશુને  ઉરમાં  લો,  લો,
                        દયામય ! 

નામ  મધુર  તમ  રટ્યો  નિરંતર
               શિશુસહ  પ્રેમે  બોલો ;
દિવ્ય  તૃષાતુર  આવ્યો  બાલક,
               પ્રેમ – અમીરસ  ઢોળો,
                        દયામય !
      મંગલ મંદિર ખોલો !

આ સુંદર પ્રાર્થનાગીત સાંભળવા અહી ક્લીક કરો.


4 comments September 2, 2006

જય મંગલકર્તા.

જયદેવ  જયદેવ,  જય  મંગલકર્તા,  પ્રભુ…
સુખ  શાંતિ  શુભ  ભર્તા,  દુઃખ  સંકટ  હર્તા.  જયદેવ…..

કરુણા  સિંધુ  કૃપાળુ,  દયાદ્રષ્ટે જોશો,  પ્રભુ…
અલ્પમતિ  બાળકના,  ક્ષમા  કરો  દોષો.  જયદેવ…..

સત્  ચિત્  પરમાનંદ,  ત્રિભુવનના  સ્વામી,  પ્રભુ…
પરદુઃખભંજન  કહાવો,  છો  અંતરયામી.  જયદેવ…..

ભીડ  પડે  ભગવંત,  ધાય  ભક્તની  વહારે  પ્રભુ…
દયા  દયામય  કરજો,  શરણ  અમે  તમારે.  જયદેવ…..

સાચા  દિલથી  દાસ,  કરે  નિત્ય  સેવા,  પ્રભુ…
ભૂલ  ભૂલીને  ભગવાન,  ક્ષમા  કરો  દેવા.  જયદેવ…..

ભક્તિભાવથી  વંદન,  કરું  નિશદિવ  તમને,  પ્રભુ…
કૃપા  કરી  કરુણાળું,  દો  સન્મતિ  અમને.  જયદેવ…..

હરદમ  હોઠે  નામ,  સમરું  ગણરાયા,  પ્રભુ…
હ્રદય-કમળમાં  રહેજો,  એ  જ  અભિલાષા,  જયદેવ…..

એકદંતેશ્વર  જગતાત,  તાપ  ત્રિવિધ  હરજો,  પ્રભુ…
પ્રણામ  કરી  કહીએ  છીએ,  કૃપાદ્રષ્ટિ  હોજો.  જયદેવ…. 


2 comments August 30, 2006

જય શ્રી કૃષ્ણ

શ્રાવણ વદે આઠમ મઘરાતે
ગોકુળ પ્રગટ્યો ગિરધારી

હરખ્યા નંદ જશોદા બેઉ
હરખ્યા છે સૌ નર – નારી

ઝાંજ પખાજ ના તાલે
સૃષ્ટી નાચે છે સારી

ગોપીને ગોવાળો ઘેલા
કાનુડા પર ગ્યા વારી.

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી,
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી.

સર્વે મિત્રો ને જય શ્રી કૃષ્ણ.


4 comments August 16, 2006

શ્રી કૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા,
હરખને હુલામણે શામળિયા ઘેર આવ્યા.

માતા જશોદા કુંવર કહાન ઘેર આવ્યા,
ઝીણે ઝીણે મોતીડે ચોખલિયે વધાવ્યાં રે.           – ઉતારો…

કૂબડાને રૂપવંતા કીધા, વેદોને મનગમતાં લીધા,
અનેક દૈત્ય સંહાર્યા, ભક્તજનોના ફેરા ટાળ્યા ;     - ઉતારો…

કૂબજા દાસી ચરણે રાખી, વેદવ્યાસ ઉગાર્યા રે,
કચ્છરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી.    - ઉતારો…

નાગ નેતરે મંથન કરી, મેરુનો રવૈયો કરીને;
દેવ દૈત્યને સામા ધરીને, ચૌદ રત્નો કાઢ્યાં રે       - ઉતારો…

ધાઇને ધનવંતો કીધો, વેગ કરીને શરણે લીધો;
જળમાં નારી ભોરિંગ પરણ્યા, જયકાર વરતાવ્યો રે. - ઉતારો…

નરસિંહ રૂપે નહોર વધાર્યા, હિરણ્યાકંસને માર્યો;
પ્રહલાદને પોતાનો કીધો, અગ્નિથી ઉગાર્યો રે        - ઉતારો…

પરશુરામે ફરસી ફેરવી, પૃથ્વીને નક્ષત્રી કીધી;
સહસ્ત્રાર્જુનના હાથ કાપ્યા, ધેનુની વહાર કીધી રે.    - ઉતારો…

ગઢલંકાનો કિલ્લો તોડ્યો, દશમસ્તકનો રાવણ માર્યો;
વિભીષણને રાજ આપ્યું, સીતાને વાળી લાવ્યા રે.    - ઉતારો…

પાતાળે જઇ નાગને નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં;
કાળી નાગનું દમન કરીને, કુંડલ ભારો લાવ્યા રે.     - ઉતારો…

નવમે બુદ્ધા રૂપ ધરીને, અંજપાનો જાપ જપીને,
રણુંકારમાં રસિયા થઇને સૌ ભક્તોને તાર્યા રે.        - ઉતારો…

દશમે તો દયા કરીને નામ નકલંકી રૂપ ધરીને,
આત્મરાજ્યસ્થિર કરશે ને, ભક્તોએ ગુણ ગાયા રે.    - ઉતારો…


3 comments August 16, 2006

Next Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું


મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

Bhavesh on આ છોકરીઓ ગજ…
Bhavesh Sutariya on Gujarati blog world
Bhavesh Sutariya on આ છોકરીઓ ગજ…
M.S. CHOUHAN on રામની અજબ ર…
sandip on એક છોકરી ગમ…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

May 2008
M T W T F S S
« Sep    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ

Meta