સાંજ ઢળતી જાય છે – નીતીન વડગામા
જુલાઇ 3, 2006 at 6:19 એ એમ (am) 3 comments
વાત કયાં ક્યારેય પૂરી થાય છે?
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.
આયખાનો અર્થ આરંભાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.
બે’ક અક્ષર ધૂંધળા વંચાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.
દ્રશ્ય આછું-પાતળું ઝિલાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.
ક્યાં કિનારો સહેજ પણ દેખાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.
માંડ ચપટીક મર્મ પણ સમજાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.
એમ જર્જર જાત સંકેલાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.
Entry filed under: કવિતા.
1.
Suresh Jani | જુલાઇ 25, 2006 પર 7:00 પી એમ(pm)
Yes , at the end of life’s joruney, in that twilight, some insight into truth comes up and that too very vague.
They are lucky, who live in the realm of truth for the whole of their life , like Narasimh and Mira and Gandhiji and Jesus ……
2.
Neela | જુલાઇ 26, 2006 પર 6:48 એ એમ (am)
ખરી વાત છે માનવીને જ્યારે સમઝણ આવે છે ત્યાં સુધી તો જીવનને કિનારે આવી પહોચે છે.
ખૂબ સરસ
નીલા
3.
nilam doshi | નવેમ્બર 25, 2006 પર 8:29 એ એમ (am)
itoday i have read all poems in yr blog.and i must say…your selection and collection is really very very nice.congrats.
thanks
આ બધી કવિતાઓ સમજે તેવી છોકરી શોધજે હો!
all the best