ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી – મકરન્દ દવે.
જુલાઇ 8, 2006 at 5:24 એ એમ (am) 1 comment
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
વાયરે ક્યાં જઇ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઇ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂંગું મરતું લાજી : ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
એક ખૂણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું !
કોઇનું નહીં ફરિયાદીને
કોઇનું નહીં કાજી : ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
એનું નિજના રંગમાં રાતું,
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઇ તો સામે,
મહેક દે તાજી તાજી !
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી…… ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
Entry filed under: કવિતા.
1.
manvant | જુલાઇ 17, 2006 પર 2:59 પી એમ(pm)
ફૂલની ફોરમથી કોણ અજાણ્યું છે ? નદી પાણી પીતી નથી,
વૃક્ષો ફળ ખાતાંનથી ,વિચારવા જેવું તો છે જ ને ! કેટલી
ભવ્ય પરોપકાર વૃત્તિ ? મકરંદભાઈ અને અમિતભાઈ !
સરસ રચના છે !