અમે એવા છઇએ – સુરેશ દલાલ.
જુલાઇ 9, 2006 at 5:34 એ એમ (am) 8 comments
અમે એવા છઇએ : અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.
તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,
તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત,
તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ,
અમે તારા બગીચાની માલણ છઇએ.
તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ,
અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત,
તમે પૂછો નહિ અમને અમે કેવા છઇએ,
અમે તારા આકાશમાં પારેવાં છઇએ.
Entry filed under: કવિતા.
1.
Jayshree | જુલાઇ 12, 2006 પર 10:21 પી એમ(pm)
One of my favourite song.
Thanks.
Heartly Welcome to the Gujarati Blog World.
2.
manvant | જુલાઇ 13, 2006 પર 10:55 પી એમ(pm)
થોડું માગતાં વધુ આપવાંની વૃત્તિ
ઘણી ઉદાર કહેવાય !કેટલાં સરસ
ઉદાહરણો ?અનુકરણીય છે ;પરંતુ
વિવેકપુર:સર જ !..આભાર !
3.
સુરેશ જાની | જુલાઇ 16, 2006 પર 8:11 એ એમ (am)
અભિનંદન !
4.
Shah Pravinchandra Kasturchand | સપ્ટેમ્બર 18, 2006 પર 8:41 પી એમ(pm)
vaah bhaaee vaah!
naanakaDaa paarevaanee ooDaan ne aakaashano vyaap! ane keTallee moTee udaarataa:”tame sur maago to daee daeee geet”
aa to Sureshbhai chhe.emane naa paho^chee shakaay.eto mukh ughaaDe ne bagaasu khaay to kavitaa rachaaee jaay.
abhiunandan.
5.
JaLeBi | માર્ચ 7, 2007 પર 5:38 પી એમ(pm)
gGreat,
તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,
તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત,
Salute you!!
6. અમે અને તમે « સહિયારું સર્જન | માર્ચ 9, 2007 પર 11:08 એ એમ (am)
[…] અમે એવા છઇએ : અમે એવા છઇએ. તમે માછલી માગ… […]
7.
pravinash1 | માર્ચ 10, 2007 પર 6:50 પી એમ(pm)
અમે એવા છઈએ
તમોને ગમે એવા થઈએ
ના રીઝોતો અમે શું શું થઈએ
તમારા મનમાં ગમે તે થઈએ
8. અમે એવા છઇએ - સુરેશ દલાલ. | ટહુકો.કોમ | ઓક્ટોબર 1, 2009 પર 5:51 એ એમ (am)
[…] […]