ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી – દાદ.

જુલાઇ 16, 2006 at 12:25 પી એમ(pm) 2 comments

ભીંત્યું કેવી તમે ભાઇગશાળી,
ગાર્યું કરે ગોરા હાથવાળી;
ગોપીયું ચીતરી, કાનુડો ચીતર્યો,
ચીતર્યા ગોપ ને ગોવાળી……ભીંત્યું…

ખરબચડા જેવી તું ઊભી’તી ખોરડે,
અટૂલી ને ઓશિયાળી;
ચૂડિયુંવાળા હાથે છંદાણી તું,
સુખણી થઇ ગઇ સુંવાળી……ભીંત્યું…

ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી,
ન પેનીયું કોઇએ નિહાળી;
પદમણી તારી દેયું પંપાળે,
હેમ સરીખા હાથવાળી……ભીંત્યું…

ધોળી તે ધૂળના છાંટા ઊડ્યા જાણે,
તારલે રાત્ય અજવાળી;
ચાંદની જેમ તને ચારે દશ્યુંએ,
ઓળીપો કરીને ઉજાળી……ભીંત્યું…

પસીનો લૂછતાં ઓઢણી પડી ગઇ,
લજવાણી લાજાળી;
ભાવ ભરેલી એ દેહમાં ભાળી તેં,
રેખાઉં હરિયાળી……ભીંત્યું…

‘દાદ’ કરમની દીવાલ ઊઘડી,
કોણે નમાવી ડાળી;
જડે ચેતનના પ્રતિબિંબ ઝીલ્યાં ઇ વાત્યું છે વીગતાળી…

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી
ગાર્યું કરે ગોરા હાથવાળી.

– દાદ.

Entry filed under: કવિતા.

કાજળભર્યાં નયનનાં – અમૃત ‘ઘાયલ’ હાં આં…..આં હાલાં !

2 ટિપ્પણીઓ Add your own

  • 1. manvant  |  જુલાઇ 17, 2006 પર 2:37 પી એમ(pm)

    જડે ચેતનનાં પ્રતિબિમ્બ ઝીલ્યાં ઇ વાત્યું છે વિગતાળી !
    વાહ કવિ દાદ ! તમે દાદ ના અધિકારી છો.સાથોસાથ આ
    અમિતભાઈ ને પણ દાદ આપવી ઘટે !

    જવાબ આપો
  • 2. Suresh Jani  |  જુલાઇ 25, 2006 પર 6:38 પી એમ(pm)

    Read ‘Daad’ for the first time. Yes, reference to ‘ Jad Chetan’ changes focus from erotica to mystic. .

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,307 અમીનજરું

દિવસવાર ટપાલ

જુલાઇ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: