કાજળભર્યાં નયનનાં – અમૃત ‘ઘાયલ’

જુલાઇ 16, 2006 at 12:18 પી એમ(pm) 4 comments

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે;
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે;
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે;
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે;
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યાં છે, એ રણ મને ગમે છે.

– અમૃત ‘ઘાયલ’ , અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ (30-09-1915 : 25-12-2002)

Entry filed under: ગઝલ.

નવું સ્વરૂપ ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી – દાદ.

4 ટિપ્પણીઓ Add your own

  • 1. જયશ્રી  |  જુલાઇ 16, 2006 પર 2:31 પી એમ(pm)

    I have heard this in Manhar Udhas’s collection. But that have only 3-4 paragraphs.. Thanks for providing full Gazal.

    Its one of my favourite one..!!

    જવાબ આપો
  • 2. સુરેશ જાની  |  જુલાઇ 16, 2006 પર 8:19 પી એમ(pm)

    ‘ઘાયલ’ ની બધી ગઝલો વાંચવી હોય તો ;આઠોં જામ ખુમારી વાંચવા ભલામણ છે.
    મારી પાસે આ પુસ્તક છે. એટલે જો કોઇને તેમની કોઇ ગઝલ આખી વાંચવી હોય તો મને જણાવે, હું સ્કેન કરીને મોકલી આપીશ.

    જવાબ આપો
    • 3. ચેતન સંઘાડિયા  |  જૂન 1, 2016 પર 12:03 એ એમ (am)

      સ્કેન કરેલ હોય તો મને મોકલવા મહેરબાની કરશો

      જવાબ આપો
  • 4. bhumika patel  |  જાન્યુઆરી 23, 2007 પર 9:13 પી એમ(pm)

    i want more gazals. thank you very much

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

જુલાઇ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: