મૌનનો સહકાર – જયન્ત વસોયા.

જુલાઇ 17, 2006 at 5:40 પી એમ(pm) 6 comments

જેટલો આકાશનો વિસ્તાર છે,
એટલો મુજ શબ્દનો વ્યાપાર છે.

દર્પણોમાં જોઇને થાકી ગયો;
થાય છે કે બિંબ પણ હદપાર છે.

લાગણીને ત્રાજવે તોળી જુઓ;
સાવ હળવી યાદમાં પણ ભાર છે.

કઇ દશામાં હું શ્વસું છું – શી ખબર ?
છે મજા – કે મૌનનો સહકાર છે.

Entry filed under: ગઝલ.

હાં આં…..આં હાલાં ! લોકગીત.

6 ટિપ્પણીઓ Add your own

 • 1. Urmi Saagar  |  જુલાઇ 17, 2006 પર 11:41 પી એમ(pm)

  લાગણીને ત્રાજવે તોળી જુઓ;
  સાવ હળવી યાદમાં પણ ભાર છે

  વાહ! મૌનનો સહકારમાં યાદનો આ ભાર ઘણો જ ગમ્યો…

  ઊર્મિ સાગર
  http://www.urmi.wordpress.com

  જવાબ આપો
 • 2. Suresh Jani  |  જુલાઇ 25, 2006 પર 6:44 પી એમ(pm)

  Superb. read this poet for the first time.

  જવાબ આપો
 • 3. amit pisavadiya  |  જુલાઇ 25, 2006 પર 7:29 પી એમ(pm)

  સુરેશ કાકા , જયન્ત વસોયા અહી ઉપલેટા ના જ વતની છે. તેઓ અહી ની ઉપલેટા ની કોલેજ મા પ્રોફેસર ની ફરજ બજાવતા હતા. હાલ તેઓ આપણી વચ્ચે હયાત નથી , અહી ઉપલેટા માં તેના નામે તેઓ શ્રી ના ઘર પાસે ના ચોક (ચાર રસ્તા) ને ” કવિ શ્રી જયન્ત વસોયા ચોક ” નુ નામ આપવામાં આવ્યુ છે. માર્ચ 1983 મા ‘અસર’ નામનો તેમનો ગઝલ સંગ્રહ પ્રકાશીત થયેલ છે.

  જવાબ આપો
 • 4. chetna  |  સપ્ટેમ્બર 27, 2006 પર 2:53 એ એમ (am)

  amitbhai ..e vasoya sir , SHETH T J GIRLS HIGH SCOOL ma pan hata e j k?….
  any ways ..pan a gazal ati sundar chhe..

  જવાબ આપો
 • 5. Bhayani R R  |  જૂન 25, 2010 પર 8:30 એ એમ (am)

  જયન્ત વસોયા સરને ૧૯૭૨-૭૫ મા વલ્લભ વિધ્યાલયમા સાભલ્યા છે.
  Bhayani R R

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 281,437 અમીનજરું

દિવસવાર ટપાલ

જુલાઇ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: