લોકગીત.
જુલાઇ 18, 2006 at 2:37 પી એમ(pm) 3 comments
લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !
રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો !
તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઇશ જો !
તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઇશ જો !
તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઇશ જો !
તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઇશ જો !
Entry filed under: લોકગીત - દુહા.
1.
ઊર્મિ સાગર | જુલાઇ 18, 2006 પર 4:33 પી એમ(pm)
very nice and hummable… i like this lokgeet very much.
I actually like to hear this geet very much.
thanks for sharing…
Urmi Saagar
http://www.urmi.wordpress.com
2.
chetna | સપ્ટેમ્બર 22, 2006 પર 2:53 એ એમ (am)
aape to navratree yaad apavi didhi..jo k hawe to 2 divs ni j vaar chhe…shubh navratree…!
3. 'રામ'ની શબ્દ-આરાધના કરીએ... « સહિયારું સર્જન | માર્ચ 30, 2007 પર 8:33 પી એમ(pm)
[…] આખું લોકગીત અહીં વાંચો… […]