ઓ હ્રદય – બેફામ.
જુલાઇ 19, 2006 at 11:45 એ એમ (am) 10 comments
ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને !
સાથ આપો ક્એ ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.
સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.
મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.
હોત દરિયો તો હું તરવાનીય તક પામી શકત,
શું કરું કે ઝાંઝાવાંઓએ ડુબાવ્યો છે મને.
કાંઇ નહોતું એ છતાં સૌઉ મને લૂંટી ગયા,
કાંઇ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને.
એ બધાંનાં નામ દઇ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.
તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઇ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.
છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.
આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.
આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.
સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.
આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.
આ બધા ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.
– ‘બેફામ’ , બરકત વીરાણી ( 25-11-1923 : 02-01-1994 )
Entry filed under: ગઝલ.
1.
manvant | જુલાઇ 19, 2006 પર 4:51 પી એમ(pm)
શ્રી.બરકત વીરાણીએ આ કાવ્યમાં ખરેખર
ખૂબ જ બરકત આણી છે.અમિતભાઈની આ
સુંદર શોધ છે ! મનોમંથનને યોગ્ય !
2.
Suresh Jani | જુલાઇ 25, 2006 પર 6:35 પી એમ(pm)
I am reading this at a Uni. librarry, so can’t comment in Gujarati.
Congrtas for getting included at Sammelan. That is the best way for reading all latest posts.
This gazal is very nicely sung by Shri Purus. Upa.
3.
બેફામ « ગુજરાતી સારસ્વત પરિચય | નવેમ્બર 25, 2006 પર 5:32 પી એમ(pm)
[…] ” આ બધા ‘ બેફામ’ જે આજે રડે છે મોત પર, એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.” […]
4.
aditi | માર્ચ 4, 2010 પર 8:49 એ એમ (am)
superb.. i m very impress to read it.. It touches the heart..
Lovely poem..
5.
prashant | જુલાઇ 14, 2010 પર 12:46 પી એમ(pm)
barkat sir,you r make me smile when i am sady mood….while i read your lines…………..(i have no words to write)..
missssssssssss you.
6.
tanu | ડિસેમ્બર 7, 2010 પર 4:46 પી એમ(pm)
su vat chee………touched ..
.
7.
riddhi.bharat | એપ્રિલ 20, 2011 પર 2:42 એ એમ (am)
khub j sunar gazal chhe.manharudhas na avaj ma sambhalvani khub mja ave chhe
8.
Swapnil Mehta | મે 12, 2012 પર 3:30 પી એમ(pm)
what a creation… one of my favourite ghazals….
9.
Patel vishal | ઓક્ટોબર 8, 2012 પર 7:21 પી એમ(pm)
Wah befam saheb wah
10.
RAJESHKUMAR K.RATHOD | ઓક્ટોબર 3, 2018 પર 2:04 પી એમ(pm)
બરકત વિરાણી સાહેબ મારા સૌથી વધારે ગમતા કવિ છે