અમારી જિંદગી – સૈફ.
જુલાઇ 22, 2006 at 2:08 પી એમ(pm) 3 comments
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.
તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.
તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.
મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.
– સૈફ પાલનપુરી ( 30-08-1923 : 07-05-1980 )
Entry filed under: ગઝલ.
1.
killol | ઓગસ્ટ 16, 2006 પર 8:01 એ એમ (am)
i
2.
tathastu | ફેબ્રુવારી 28, 2007 પર 11:13 એ એમ (am)
sidho sado parichay khuda ne aapwani aapni aa sidhi rit bhat ,natmastak aapne vandan kare chhe.
praise by words is not only enough….i mean it…
really very very good.
i used to like the things which is described here…..but again may be i started 2 like it….
kadach sanshay lage chhe…!!!!!!haaaa
3. સંકલિત: ‘પરીચય’ « સહિયારું સર્જન - પદ્ય | ઓગસ્ટ 17, 2007 પર 10:44 પી એમ(pm)
[…] અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, રુ… […]