સાહ્યબો મારો ગુલાબનો છોડ છે – પન્ના નાયક.
જુલાઇ 24, 2006 at 8:19 એ એમ (am) 2 comments
તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
દિવસના કામમાં ખોવાઇ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
પાસે આવી ને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
Entry filed under: કવિતા.
1.
manvant | જુલાઇ 24, 2006 પર 8:21 પી એમ(pm)
બહેનશ્રી પન્નાબહેનનો મને પરિચય છે.તેમનાં
થોડાં પુસ્તકો મેં વાંચ્યાં છે.”મારી સોડમાં તો
રાત ને પરોઢ છે !”આ શબ્દોમાં ગુલાબનાં ફૂલો
મને તો દેખાય છે ! વાહ ! પન્નાબહેન ! ભાઈશ્રી
અમિતભાઈને પણ ભૂલવા જેવા તો નથી જ !
2.
વિવેક | જુલાઇ 25, 2006 પર 1:23 પી એમ(pm)
પન્ના નાયકના અછાંદસ કાવ્યો તો ઘણાં વાંચ્યા છે… ગીત પહેલીવાર વાંચ્યું…. અમિતભાઈ, ઘણું સરસ કામ કરી રહ્યાં છો…. તમારો બ્લોગ થોડા વખતમાં મોંઘી જણસ બની રહે એવી અભિલાષા…