જુદી જિંદગી છે – મનુભાઇ ત્રિવેદી ‘સરોદ’/‘ગાફિલ’.
જુલાઇ 25, 2006 at 6:54 પી એમ(pm) 10 comments
મનુભાઇ ત્રિવેદી ‘સરોદ’/‘ગાફિલ’ . ( 26-07-1914 : 09-04-1972 )
જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.
Entry filed under: ગઝલ.
1.
જયશ્રી | જુલાઇ 25, 2006 પર 7:36 પી એમ(pm)
વાહ…
આખી ગઝલ ઘણી સુંદર…
આભાર અમિત…
2.
વિવેક | જુલાઇ 26, 2006 પર 4:46 એ એમ (am)
સરસ ગઝલ… મનુભાઈએ ‘ગાફિલ’ના ઉપનામથી ગઝલ અને ‘સરોદ’ના ઉપનામથી ભજન લખ્યાં છે. ગઝલના આખરી શેર-મક્તામાં આ પ્રમાણે સુધારો કરવા વિનંતી:
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે.
અને ગઝલના દરેક કાફિયામાં જોડિયા શબ્દોને મૂળ કૃતિમાં જેમ ‘-‘ વડે જોડ્યા છે એમ જોડશો જી. દા.ત. નમાજે-નમાજે…..
3.
manvant | જુલાઇ 30, 2006 પર 2:47 એ એમ (am)
કાવ્યની ખુમારી અસરકારક છે ! આભાર !
4.
Mital | ઓગસ્ટ 4, 2006 પર 3:52 એ એમ (am)
saachu kahu to aa kaavya murabbi Shri Shahbuddinbhai Rathod na mukhe, temni hasya rachna o ma sambhdi chhe. peli vaar vanchi ahin, to mara magaj ma akhe akhi kavita chap o chap besi gayee. saache maja padi gayee, aaje jaani ne ke aa kavita na kavi kon chhe, ane akhi kavita kewi chhe.
amit bhai, aapno khoob abhar.
mital
5.
સરોદ, Sarod « ગુજરાતી સારસ્વત પરિચય | માર્ચ 11, 2007 પર 8:35 એ એમ (am)
[…] “જુદી જિંદગી છે મિજાજે – મિજાજે; જુદી બં….” […]
6. સંકલિત: રદીફ-કાફીયા એક… ‘પ્રકારે પ્રકારે’! « સહિયારું સર્જન - પદ્ય | જુલાઇ 12, 2007 પર 12:57 એ એમ (am)
[…] આખી રચના અહીં વાંચો… […]
7.
Dhaval Trivedi | ઓગસ્ટ 12, 2007 પર 11:28 એ એમ (am)
Dear People,
Thanks for sharing this ghazal. Shri Manubhai Trivedi was my grandfather and I love all his creations. I can post more if you want.
Thanks,
Dhaval Trivedi
8.
Dr Hitesh Bhatt | માર્ચ 25, 2008 પર 11:50 એ એમ (am)
No body has compose this Ghazal?if so then please provide me like to it.Thanks
9.
BHARAT SUCHAK | મે 24, 2009 પર 5:36 પી એમ(pm)
bahu sunder gazal
10.
Hardik | જૂન 21, 2012 પર 9:35 પી એમ(pm)
મનુભાઇ સુપર ગઝલ છે…….I like It………:)