Archive for જુલાઇ 28, 2006

રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ.

અવિનાશ વ્યાસ. ( 21-07-1911 : 20-08-1984 ) 

રાખનાં રમકડાં,
મારા રામે રમતાં રાખ્યાં રે;
મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યાં રે.
                                   … રાખનાં રમકડાં.

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે,
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે. 
                                   … રાખનાં રમકડાં.

હે…કાચી માટીની કાયા માથે
માયા કેરા રંગ લગાયા.
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં, ત્યાં તો વીંઝણલા વીંઝાયા રે !
                                   … રાખનાં રમકડાં.

અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી તેવી ગઇ !
                                    … રાખનાં રમકડાં.

જુલાઇ 28, 2006 at 6:30 પી એમ(pm) 3 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

જુલાઇ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31