રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ.

જુલાઇ 28, 2006 at 6:30 પી એમ(pm) 3 comments

અવિનાશ વ્યાસ. ( 21-07-1911 : 20-08-1984 ) 

રાખનાં રમકડાં,
મારા રામે રમતાં રાખ્યાં રે;
મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યાં રે.
                                   … રાખનાં રમકડાં.

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે,
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે. 
                                   … રાખનાં રમકડાં.

હે…કાચી માટીની કાયા માથે
માયા કેરા રંગ લગાયા.
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં, ત્યાં તો વીંઝણલા વીંઝાયા રે !
                                   … રાખનાં રમકડાં.

અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી તેવી ગઇ !
                                    … રાખનાં રમકડાં.

Entry filed under: કવિતા.

કવિ છગન શાકમારકિટમાં – અનિલ જોશી. ( 28-07-1940 ) ભમરો – પ્રદ્યુમ્ન તન્ના.

3 ટિપ્પણીઓ Add your own

  • 1. shivshiva  |  જુલાઇ 29, 2006 પર 11:49 એ એમ (am)

    અમારા જમાનામાં આ ગીતે ધૂમ મચાવી હતી.
    નીલા

    જવાબ આપો
  • 2. manvant  |  ઓગસ્ટ 4, 2006 પર 8:33 પી એમ(pm)

    રાખનાં રમકડાં માનવી ! અંત કે અનંત ?
    કાચી માટીની કાયા ! માયાનો રંગ !
    રમકડાં ! અધૂરી રમત્યું ! વાહ અવિનાશ !
    શિવશિવ ” નીલાબહેન” છે તેની હવે ખબર પડી.
    મંગળફેરા અને ગુણસુંદરી યાદ આવ્યાં ને ?
    અને અલબેલા?મેંદી રંગ લાગ્યો ?આભાર !

    જવાબ આપો
  • 3. SV  |  ઓગસ્ટ 6, 2006 પર 5:55 પી એમ(pm)

    Was looking for a complete version. Thanks for posting.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

જુલાઇ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: