ભમરો – પ્રદ્યુમ્ન તન્ના.

જુલાઇ 31, 2006 at 8:37 એ એમ (am) 4 comments

    બ’ઇ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
જરી ન જાતો આઘો હું તો ઘણુંય નીર ઉડાડું !

  પલક અહીંથી, પલક તહીંથી
              લળે વીંઝતો પાંખ્યું,
  બે કરથી આ કહો કેટલું
              અંગ રહે જી ઢાંક્યું ?!
જાઉં ગળાબૂડ જળમાં તોયે મુખ તો રહે ઉઘાડું ! 
    બ’ઇ ! આ ભમરાને ક્યમ કાઢું ?!

  મેલી મનહર ફૂલ પદમનાં
              પણે ખીલ્યાં કૈ રાતાં,
  શુંય બળ્યું દીઠું મુજમાં કે
              આમ લિયે અહીં આટા ?
ફટ ભૂંડી ! હું છળી મરું ને તમી હસો ફરી આડું !
    બ’ઇ ! આ ભમરાને ક્યમ કાઢું !

Advertisements

Entry filed under: કવિતા.

રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ. દિલમાં દીવો કરો રે… – રણછોડ (ઇ. 18મી સદી)

4 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  જુલાઇ 31, 2006 પર 1:40 પી એમ(pm)

    સુંદર ગીત…. મહારાજ દુષ્યંતને બોલાવીએ તો?

    જવાબ આપો
  • 2. manvant  |  જુલાઇ 31, 2006 પર 9:01 પી એમ(pm)

    છેલ્લી પંક્તિમાં ‘ફર’ ટાઇપ થયું છે તે ‘ફટ’ હોવું જોઇએ.

    પદમનાં ફૂલ મનહર રાતાં ખીલ્યાં છે છતાં કામિનીની
    હાજરીમાં ભ્રમરને પણ તેમનાથી દૂર રહેવું પડ્યું ..!
    કવિ અને ભાઈ પિસાવાડિયાને અભિનંદન…..!

    જવાબ આપો
  • 3. વિવેક  |  ઓગસ્ટ 2, 2006 પર 5:23 એ એમ (am)

    ભાવનગરના અધેવાડાના પ્રદ્યુમ્ન તન્ના (જન્મ: 1929) કવિ હોવા ઉપરાંત સારા ચિત્રકાર અને ફોટોગ્રાફર પણ ખરાં. શરીર ભલેને દેશ છોડીને ઇટાલીના કોમોમાં જઈ વસ્યું પણ કવિતાઓમાંથી ગામડું અને મીઠી તળપદી ભાષા જઈ ન શકી. કાવ્ય સંગ્રહ: ‘છાંય’.

    એમનું એક મને મનગમતું ગીત અહીં માણી શકાશે:

    http://layastaro.com/?cat=158&submit=view

    જવાબ આપો
  • 4. amit pisavadiya  |  ઓગસ્ટ 2, 2006 પર 7:13 એ એમ (am)

    ગામઠી શબ્દો માં સુંદર રચના છે લયસ્તરો પર ,
    વિવેકભાઇ માહિતિ માટે આભાર.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 220,931 અમીનજરું

દિવસવાર ટપાલ

જુલાઇ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    ઓગસ્ટ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: