વર્ષામંગલ – કૃષ્ણલાલ મો. શ્રીધરાણી.
ઓગસ્ટ 1, 2006 at 7:09 પી એમ(pm) 1 comment
કૃષ્ણલાલ મો. શ્રીધરાણી ( 16-09-1911 : 23-07-1960 )
અંધારી રાતમાં વાદળી ટબૂકે,
માંહી માંહી વીજળી વાંકી વળે,
ટાઢા શરીરના એકલ આવાસમાં,
ઉરની પારેવડી આજ કકળે.
ફાટ ફાટ થાતાં સામાં સરોવર,
નદીઓનાં નીરમાં ધોધવા દડે;
દિલના દરિયાવની માઝા મુકાણી,
કોળ્યાં કદંબ બે હેલે ચડે !
આજ અભિસાર શો વર્ષાએ આદર્યો,
વાદળે વાદળે પગ આથડે;
અંગ અંગમાંથી ઊઠે અવાજ શો,
અંતરના બેટમાં પડઘા પડે.
પાંદડે પાંદડે વિજોગની વાતડી,
નેવલે નેવલે આંસુ ઢળે !
ઊંચેરા ગોખમાં વેણી સમારતી,
મનડાનું માનવી ક્યારે મળે ?
Entry filed under: કવિતા.
1.
manvant | ઓગસ્ટ 1, 2006 પર 7:25 પી એમ(pm)
કવિ ઉમાશંકરની યાદ આપે છે ને કાવ્યને
છેક જ કુદરતના ખોળામાં મૂકે છે !
ધન્યવાદ અમિતભાઈ !