Archive for ઓગસ્ટ 2, 2006
અગમનિગમનો ખેલ – બકુલ રાવળ ‘શાયર’. ( 06-03-1930 )
કોઇ પાડતું કેડી તે પર
કોઇ ચરણ દઇ ચાલે,
પૂર્વ દિશાનું પરોઢ પણ
જઇ પશ્ર્વિમને અજવાળે.
તુળસીના કૂંડામાં વાવો
બાવળનું જો ઠૂંઠૂં
સાત સરોવર સીંચો તોયે
ઠૂંઠૂં તે તો ઠૂંઠૂં
ઋતુઋતુની રંગલીલામાં લેશ નહીં એ મ્હાલે.
દરિયો જળનું દાન દઇને
બાંધે વાદળ આભે,
વાદળ મીઠાં જળ વરસાવે
ધરતી એથી લાભે.
અગમનિગમનો ખેલ ખબર ના ચાલે કોના તાલે.
મિત્રોના પ્રતિભાવ