અગમનિગમનો ખેલ – બકુલ રાવળ ‘શાયર’. ( 06-03-1930 )
ઓગસ્ટ 2, 2006 at 6:41 પી એમ(pm) 3 comments
કોઇ પાડતું કેડી તે પર
કોઇ ચરણ દઇ ચાલે,
પૂર્વ દિશાનું પરોઢ પણ
જઇ પશ્ર્વિમને અજવાળે.
તુળસીના કૂંડામાં વાવો
બાવળનું જો ઠૂંઠૂં
સાત સરોવર સીંચો તોયે
ઠૂંઠૂં તે તો ઠૂંઠૂં
ઋતુઋતુની રંગલીલામાં લેશ નહીં એ મ્હાલે.
દરિયો જળનું દાન દઇને
બાંધે વાદળ આભે,
વાદળ મીઠાં જળ વરસાવે
ધરતી એથી લાભે.
અગમનિગમનો ખેલ ખબર ના ચાલે કોના તાલે.
Entry filed under: કવિતા.
1.
manvant | ઓગસ્ટ 2, 2006 પર 6:49 પી એમ(pm)
અગમ નિગમનો ખેલ ખબર ના ચાલે કોના તાલે !
સુંદર રચના !…………આભાર !
2.
mrugesh shah | ઓગસ્ટ 3, 2006 પર 9:46 એ એમ (am)
સુંદર વાત કહી છે, આ અગમ નિગમનો ખેલ છે જેનાથી જીવમાત્ર અજ્ઞાત છે. નરસિંહ મહેતાના શબ્દોમાં કહેવું હોય તો બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
એવી આ વાત છે.
આવી સુંદર અને અદ્દભૂત રચનાઓ શોધીને મૂકવા બદલ અમિતભાઈને ધન્યવાદ આપીએ એટલા ઓછા પડે. સુંદર બ્લોગ અને મનનીય રચાનાઓનું સુવ્યવસ્થિત સંકલન.
3.
સુરેશ જાની | ઓગસ્ટ 3, 2006 પર 11:07 એ એમ (am)
કોઇ પાડતું કેડી તે પર
કોઇ ચરણ દઇ ચાલે,
પૂર્વ દિશાનું પરોઢ પણ
જઇ પશ્ર્વિમને અજવાળે
કોઇ આપણા જીવનની કેડી પાડી આપે છે – જન્મના પરોઢથી, જેની ઉપર આપણા જીવનના ચરણ ચાલે છે.
બાળક ( પૂર્વ દિશાનું પરોઢ ) માંથી જ લોકોત્તર બનેલા મહાન વ્યક્તિઓ તેમના અંતિમ ચરણ( પશ્ર્વિમ) ને અજવાળી જાય છે.
અને તરત જ બીજી લીટીમાં આનાથી વિપરિત જીવન દર્શન –
તુળસીના કૂંડામાં વાવો
બાવળનું જો ઠૂંઠૂં
સાત સરોવર સીંચો તોયે
ઠૂંઠૂં તે તો ઠૂંઠૂં
એમ પણ બને!!
બહુ જ સરસ ભાવ …