બહુયે ચહું રે – પ્રદ્યુમ્ન તન્ના. ( જન્મ : 1929 )
ઓગસ્ટ 3, 2006 at 4:50 પી એમ(pm) 6 comments
બહુયે ચહું રે તોય ક્યમ કરી કહું
મારો ફફડે છે જીવ ઘણો રાંકડો !
હાં કે સૈયર લાગ્યો રે —
રે લાગ્યો અણિયાળી આંખ્યુનો આંકડો !
કૂંડળિયા કૂવાનાં પાણીડાં જાતી’તી
આડો ઊતર્યો ઓલ્યો ફાંકડો,
આઘીપાછી તે જરી થાવા નો પામી કે
મારગડો હતો સાવ સાંકડો.
ચસચસતો ચોરણો, કોરુંમોરું કેડિયું
સાફલિયો બાંધ્યો સહેજ વાંકડો,
આંટી પાડીને ઊભા છોગાળા છેલની
કડ્યનો લાજી દેખી લાંકડો.
ના ઝાલી બાંયજી કે ના ઝાલ્યો છેડલો
ના માર્યો વ્હાલે એ કાંકરો,
આઘેથી આવડલી આંખ્યના ઉલાળે રે
ચિત્તનો ઘુમાવી ગિયો ચાકડો.
Entry filed under: કવિતા.
1.
manvant | ઓગસ્ટ 3, 2006 પર 6:35 પી એમ(pm)
આંખ્યના ઉલાળા જબરા કામણવાળા હોય છે
અમિતભાઈ ! ચેતતા રહેજો !
સરસ શ્રુંગાર કાવ્ય છે ! આભાર !
2.
વિવેક | ઓગસ્ટ 4, 2006 પર 7:19 એ એમ (am)
સરસ મજાનું ગ્રામ્યજીવન તાદ્દશ થઈ ગયું. આંખોના ઈશારે ગોરીનો શિકાર માણવાની સાચે જ મજા પડી ગઈ… ખૂબ સુ%દર રચનાઓ લઈને આવો છો, અમિતભાઈ!
3.
સુરેશ જાની | ઓગસ્ટ 4, 2006 પર 1:37 પી એમ(pm)
આંટી પાડીને ઊભા છોગાળા છેલની
કડ્યનો લાજી દેખી લાંકડો.
આ પંક્તિમાં સમજણ ન પડી.
4.
amit pisavadiya | ઓગસ્ટ 4, 2006 પર 4:45 પી એમ(pm)
પ્રિયજન ની કેડ્યનો લાંકડો (મરોડ) જોઇ ને પોતે લાજી જાય છે ,
પગની આંટી પાડીને ઉભા જુવાનની કેડ્ય નો મરોડ જોઇ ને પોતે લાજી જાય છે , એમ.
5.
shivshiva | ઓગસ્ટ 5, 2006 પર 10:02 એ એમ (am)
ખુબ સુંદર અમિત
પણ
નેણનાં ઉલાળો તમે
ક્યાંક ઊભી પેલી રાહ જોતી
6.
Keyur Patel | જાન્યુઆરી 12, 2007 પર 8:30 પી એમ(pm)
Pradumnabhai is writing such wonderful “kritis” sitting some where in Europe. Wah bhai wah!!! Gramya jivan tradrusha thai gayu.