શિક્ષણ – રાજેન બ્રહ્મભટ્ટ ( 21-01-1952 )
ઓગસ્ટ 5, 2006 at 5:21 પી એમ(pm) 5 comments
જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’,
સાચ્ચું કહું છું ‘બોસ’, આપણને વાત જરાય ના ગમી.
પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,
સવારમાં તો ફ્રેન્ડશિપ કરે, ને સાંજ પડતાંમાં કટ્ટી.
ઘર સ્કૂલોમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ,
ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ.
દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન (દો-નેશન),
કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ફેશન.
શિક્ષણ કે sick ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે ?
એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે ?
ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ ?
મા સરસ્વતી ! ત્રાહિમામ ! ત્રાહિમામ ! ત્રાહિમામ !
Entry filed under: કવિતા.
1.
સુરેશ જાની | ઓગસ્ટ 6, 2006 પર 8:49 એ એમ (am)
ઘણા વખત બાદ ‘ગુજલીશ’ કવિતા વાંચવાની મઝા આવી.
પણ મને લાગે છે કે, યુવા પેઢીમાં વધતા જતા કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગ અને આપણ સૌ બ્લોગરોના આ પ્રયત્નો જોતાં ‘ત્રાહિમામ’ નહીં પણ ‘બ્રેવો’ કહેવું પડે તેમ છે.
મારા જેવા ગઇ પેઢીના વ્યક્તિને આ બધું થતું જોઇને ટાઢક થાય છે. ટેક્નોલોજી થોડીક જ આગળ વધશે ત્યારે આ બધું સાહિત્ય સેલફોન પર ગામડે ગામડે વંચાતું થઇ જાય તો નવાઇ નહીં.
2.
SV | ઓગસ્ટ 6, 2006 પર 5:56 પી એમ(pm)
Reality of life!
3.
વિવેક | ઓગસ્ટ 7, 2006 પર 1:48 પી એમ(pm)
શબ્દોની સુંદર રમત…
4.
manvant | ઓગસ્ટ 8, 2006 પર 11:16 પી એમ(pm)
હવે દ્રોણ ને એકલવ્ય જોવા પણ ના મળે !
કવિ ત્રાહિમામ પોકારે તે સાર્થક છે.વચ્ચે
યુગોનું અંતર છે.દડો હંમેશાં ઉપરથી નીચે
પડે તેમ હાલના સમાજનું થયું છે.આભાર !
5.
vijayshah | ઓગસ્ટ 9, 2006 પર 1:47 પી એમ(pm)
ghani j saras kavita chhe
brahmbhattbhai and pisavadiabhai bannene abhinandan,
aa kavita gujarati sahitya sarita na blog upar mukyo chhe