એક હતી સર્વકાલીન વારતા – જગદીશ જોષી.

ઓગસ્ટ 6, 2006 at 6:06 પી એમ(pm) 2 comments

જગદીશ જોષી – ( 09-10-1932 : 21-09-1978 )

ધારો કે એક સાંજે આપણે મળ્યાં અને આપણે હળ્યાં
                                           પણ આખા આ આયખાનું શુ ?

ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સહેજ મોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં
                                           પણ બળબળતી રેખાનું શું ?

આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
                                           પણ મૂંગી આ વેદનાનું શું ?

માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ ! થોડું કીધુંયે રાજ,
                                           પણ ઝૂરતા આ ઓરતાનું શું ?

ધારો કે રાણી ! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
                                           પણ આ માંડેલી વારતાનું શું ?

Entry filed under: કવિતા.

શિક્ષણ – રાજેન બ્રહ્મભટ્ટ ( 21-01-1952 ) ડૉલર સાટે દીકરા !

2 ટિપ્પણીઓ Add your own

 • 1. SV  |  ઓગસ્ટ 6, 2006 પર 6:09 પી એમ(pm)

  Jagdish Joshi at his best! Thanks for sharing.

  જવાબ આપો
 • 2. manvant  |  ઓગસ્ટ 8, 2006 પર 11:10 પી એમ(pm)

  કેમ? માંડેલી વાર્તા તો પૂરી જ થઈ ને ?આટલું બધું ધાર્યું
  ને રાણી જીત્યાં તે પણ ધારણામાં જ !પ્રવાહી ગીત છે.
  આભાર !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 282,347 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: