Archive for ઓગસ્ટ 7, 2006
ડૉલર સાટે દીકરા !
મૂળકૃતિ — ભરત ત્રિવેદી. અને પ્રતિકૃતિ — વિનુ મહેતા.
ગાડી લઇ લો, વાડી લઇ લો , લાડી લઇ લો, વાડી લઇ લો,
લઇ લો ડોલર સારા લઇ લો મા ને બાપા
જો આપો તો લાવી આપો, જો આપો તો લાવી આપો
ગામ-ગલી-ઘર મારાં. અમેરિકાના ઝાંપા.
આંખ ખૂલતાં રોજ સવારે પીતાંબર પીટર થીયો ને
આ તે કેવુ સપનું ! ગાંધી થીયો છે ગેંડી
વેશ ધરી મળતા લોકોમાં બાપ મૂળો ને ‘મા’ ગાજરની
કોણ પરાયું અપનું. હાલત છે ભાઇ ભૂંડી.
સાંજ પડી આ ટોળામાં
પણ મળ્યું નહીં જણ ખપનું ! માણસ વિનાના નાણાંઓની
સૂકી છાકમછોળો
કાંડા ઝાલી ખેંચી રહેતા સોરી, થેન્ક યુ, ‘એક્સક્યુઝ-મી’ની
ચકમક થાતાં ‘રાડો’ ઊડે રેલમછેલો
ફુરસદ કોને હોય અહીં
કે નાહક બૂમો પાડો, ગાડી લઇ લો, વાડી લઇ લો,
હેલ્લો કહેતા પાડોશી લઇ લો રૂપિયા ઝાઝા
પણ બાંધે ઊંચી વાડો. જો આપો તો લાવી આપો,
યુ. એસ. એ. ના વિઝા.
આ તે કેવી રઝળપાટ
કે ના કોઇ એનો અંત
કરતું રહેતું મન અમારું
એ જ વાતનો તંત
સમજાવ્યે ક્યાં સમજે છે એ,
લાખ મનાવે સંત.
ગાડી લઇ લો, વાડી લઇ લો,
લઇ લો ડૉલર સારા
જો આપો તો લાવી આપો,
ગામ-ગલી-ઘર મારાં.
મિત્રોના પ્રતિભાવ