કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.
ઓગસ્ટ 8, 2006 at 6:25 પી એમ(pm) 10 comments
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…
લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…
એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…
આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.
ગુજરાતી ફિલ્મ : સોનબાઇ ની ચુંદડી.
શબ્દો : અવિનાશ વ્યાસ.
સંગીત્ત : કલ્યાણજી આણંદજી.
શબ્દો સાંભળીને લખ્યા છે, કોઇ જોડણી ભુલ હોય તો જણાવજો !
Entry filed under: કવિતા.
1.
manvant | ઓગસ્ટ 8, 2006 પર 11:03 પી એમ(pm)
ઝુલાવે,ઝુલે,ઝોલાં શબ્દો સુધારો માગે છે !
ભાઈ બહેનના હેતનું આ સુંદર ને સમયોચિત ગીત
મૂકવા બદલ અમિતભાઈનો આભાર !
ગીત લોકપ્રિય અને ચિરંજીવ છે.
2.
mrugesh shah | ઓગસ્ટ 9, 2006 પર 4:13 એ એમ (am)
ખૂબ જ સુંદર. ખૂબ આનંદ આવ્યો. ધન્યવાદ
3.
shivshiva | ઓગસ્ટ 9, 2006 પર 10:09 એ એમ (am)
અરે આતો મારું પ્રિય ગીત છે.
ખૂબ આભાર અમિત આ ગીત મૂકીને
નીલા આંટી
4.
jhbhakta | ઓગસ્ટ 9, 2006 પર 5:00 પી એમ(pm)
આ ગીત ટહુકા પર સાંભળી શકાશે.
http://jhbhakta.blogspot.com/2006/08/blog-post_115510069344775677.html
5.
સિદ્ધાર્થ | ઓગસ્ટ 15, 2006 પર 9:43 પી એમ(pm)
આ ગીત મારૂ પ્રિય ગીત છે. તમે મારા બચપણની યાદ અપાવી જ્યારે ગુજરાતી ફિલ્મો સારી બનતી હતી અને કુટુંબ સહિત ગુજરાતી ફિલ્મો જોવા જવુ એ શરમની વાત નહોતી. આ ફિલ્મ અમે આખા કુટુંબે સાથે જોઈ હતી.
સરસ ગીત રજૂ કરવા બદલ આભાર…
સિદ્ધાર્થ
6.
pankajkumar h bhatt | સપ્ટેમ્બર 17, 2008 પર 12:15 એ એમ (am)
very very good. i like very much this song
7.
bhadresh | જૂન 5, 2009 પર 6:14 પી એમ(pm)
mare a geet download karvu chhe to hu su karu?
8.
vikram | ડિસેમ્બર 17, 2009 પર 4:57 એ એમ (am)
i like this song
9.
minal | નવેમ્બર 10, 2014 પર 2:12 પી એમ(pm)
i want to listen
10.
amitpisavadiya | નવેમ્બર 10, 2014 પર 2:13 પી એમ(pm)
Can’t listen ?