મળ્યું એટલું માણી લેવું નહીં હરખ કે શોક – પન્ના નાયક.
ઓગસ્ટ 10, 2006 at 6:26 પી એમ(pm) 3 comments
મળ્યું એટલું માણી લેવું નહીં હરખ કે શોક,
નહીં રાવ ફરિયાદ કશીયે નહીં રોક કે ટોક.
આવ્યા છો તો ભલે આવિયા
જવું હોય તો જાવ,
આવ્યાનો આનંદ અનેરો
નહીં વિરહના ઘાવ,
હરખઘેલા થવું નહીં કે નહીં મૂકવી પોક,
મળ્યું એટલું માણી લેવું નહીં હરખ કે શોક.
સૂરજ ઊગ્યો તો ભલે ઊગ્યો
ને રાત ઢળી તો ભલે,
સમય સમયના ચકરાવામાં
મળે, કશું નહીં મળે,
એકલતા, એકાંત મળે કે મળે અજાણ્યા લોક,
મળ્યું એટલું માણી લેવું નહીં હરખ કે શોક.
Entry filed under: કવિતા.
1.
સુરેશ જાની | ઓગસ્ટ 11, 2006 પર 4:55 એ એમ (am)
આ ક્ષણને માણો. કોઇ પ્રતિક્રિયા કર્યા વિના.
જીવન આમ જીવાવું જોઇએ .
કેટલું સહેલું અને છતાં કેટલું કઠીન !
ગીતાનો સ્થિતપ્રજ્ઞ – સાવ સાદી પણ મધુર ભાષામાં.
2.
manvant | ઓગસ્ટ 11, 2006 પર 4:05 પી એમ(pm)
Act act in the living presence,heart within and
God overhead !
મળ્યું એટલું માણી લેવું,નહીં હરખ કે શોક !
બહેનશ્રી. પન્નાબહેન મારાં પરિચિત છે.એમનાં એકાદ
પુસ્તક મેં વસાવીને વાંચ્યાં છે.અમારા પડોશી રાજ્યમાં
રહે છે.તેઓ ખૂબ પ્રેમાળ સ્વભાવનાં છે.આભાર !
3.
Urmi Saagar | ઓગસ્ટ 11, 2006 પર 10:29 પી એમ(pm)
આ સ્થિતિ ખૂબ જ ઊંચી છે!
ત્યાં પહોંચવું જેટલું સરળ લાગે છે એટલું જ કઠિન છે!!
ઊર્મિસાગર
http://www.urmi.wordpress.com