Archive for ઓગસ્ટ 12, 2006

કોણ ? – જયેન્દ્ર શેખડીવાળા.

ધારો કે આંખ હો, કુંવારી કન્યકા
                      તો પાંપણે ફરક્યું તે કોણ ?

ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ
                      તો હોઠ પર મલક્યું તે કોણ ?

ધારો કે મલક્યું તે અમથું ગુલાબ
                      તો યાદ જેવું મ્હેક્યું તે કોણ ?

ધારો કે મ્હેક્યું તે અષાઢી આભ
                      તો મન મૂકી ગ્હેક્યું તે કોણ ?

ધારો કે વરસ્યું તે નીંદરનું રાજ
                      તો ઝબકીને તરસ્યું તે કોણ ?

ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન
                      તો મન મહીં થરક્યું તે કોણ ?
                      સખી ! નજરુંમાં સરક્યું તે કોણ ?

ઓગસ્ટ 12, 2006 at 6:11 એ એમ (am) 5 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031