કોણ ? – જયેન્દ્ર શેખડીવાળા.
ઓગસ્ટ 12, 2006 at 6:11 એ એમ (am) 5 comments
ધારો કે આંખ હો, કુંવારી કન્યકા
તો પાંપણે ફરક્યું તે કોણ ?
ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ
તો હોઠ પર મલક્યું તે કોણ ?
ધારો કે મલક્યું તે અમથું ગુલાબ
તો યાદ જેવું મ્હેક્યું તે કોણ ?
ધારો કે મ્હેક્યું તે અષાઢી આભ
તો મન મૂકી ગ્હેક્યું તે કોણ ?
ધારો કે વરસ્યું તે નીંદરનું રાજ
તો ઝબકીને તરસ્યું તે કોણ ?
ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન
તો મન મહીં થરક્યું તે કોણ ?
સખી ! નજરુંમાં સરક્યું તે કોણ ?
Entry filed under: કવિતા.
1.
સુરેશ જાની | ઓગસ્ટ 12, 2006 પર 12:13 પી એમ(pm)
“દરીયામાં હોય તેને મોતી કહેવાય તો
આંખ્યું માં હોય તેને શું?
મેં પૂછ્યું ને બોલ હવે તું ! ”
– આ ઉખાણાં કાવ્ય વાંચી રમેશ પારેખ યાદ આવી ગયા
2.
સુરેશ જાની | ઓગસ્ટ 12, 2006 પર 12:14 પી એમ(pm)
આ સ્કેચ પણ બહુ સરસ છે. કોણે બનાવેલ છે?
3.
Urmi Saagar | ઓગસ્ટ 12, 2006 પર 8:35 પી એમ(pm)
“ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ
તો હોઠ પરે મ્હેક્યું તે કોણ ?”
Amit, I think it should be મલક્યું instead of મ્હેક્યું…
Very nice poem!
4.
Dhaval | ઓગસ્ટ 13, 2006 પર 8:09 પી એમ(pm)
બહુ જ ઉમદા રચના.
5.
manvant | ઓગસ્ટ 15, 2006 પર 3:57 એ એમ (am)
ધારો કે પૈણ્યાનું મન: તેજ નયણોમાં સરક્યું ?
અમિતભાઈ ,તમારી શોધ અતિ સુન્દર છે !