Archive for ઓગસ્ટ 14, 2006

નૈં નૈં નૈં – સુન્દરમ્.

સુન્દરમ્ – ત્રિભુવનદાસ લુહાર ( 22-03-1908  ::  13-01-1991 )

           દેખાતું નૈં તેથી નૈં,
એ વાત ના સૈ, ના સૈ મારા ભૈ
           દેખાતું નૈં તેથી નૈં.
દેખી દેખીને તું દેખે શું કેટલું
           દેખ્યું તે સમજે શું કૈં ?
મરકટના હાથમાં મોતીડું આલ્ય એને, 
           કિંમત ના એની જૈં…              દેખાતું નૈં તેથી…

રણની રેતીએ નથી દરિયો દીઠેલ, નથી
           દીઠો સૂરજ કદી ઘૂડ,
દરિયો સૂરજ તેથી ગપ્પાં ગણે તેને
           ગણવા તે ઘૂડ ગળાબૂડ…        દેખાતું નૈં તેથી…

સૂરજ તપે ત્યારે તારા બુઝાય અને
           તારા તગે ત્યાં નહિ સૂર,
સમજું તે સાચું ને બકી બધું કાચું
           એ તો પીધેલની વાત ચકચૂર… દેખાતું નૈં તેથી…

આંજણ પહેલાંની અને આંજણ પછીની આંખ
           દેખ્યા દેખ્યામાં બહુ ફેર,
આંજણ મારું જો તને ખપતું અજાણ્યા જણ,
           તારાં ઉતારું સહું ઝેર…              દેખાતું નૈં તેથી… 

ઓગસ્ટ 14, 2006 at 4:07 એ એમ (am) 2 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 261,307 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031