નૈં નૈં નૈં – સુન્દરમ્.
ઓગસ્ટ 14, 2006 at 4:07 એ એમ (am) 2 comments
સુન્દરમ્ – ત્રિભુવનદાસ લુહાર ( 22-03-1908 :: 13-01-1991 )
દેખાતું નૈં તેથી નૈં,
એ વાત ના સૈ, ના સૈ મારા ભૈ
દેખાતું નૈં તેથી નૈં.
દેખી દેખીને તું દેખે શું કેટલું
દેખ્યું તે સમજે શું કૈં ?
મરકટના હાથમાં મોતીડું આલ્ય એને,
કિંમત ના એની જૈં… દેખાતું નૈં તેથી…
રણની રેતીએ નથી દરિયો દીઠેલ, નથી
દીઠો સૂરજ કદી ઘૂડ,
દરિયો સૂરજ તેથી ગપ્પાં ગણે તેને
ગણવા તે ઘૂડ ગળાબૂડ… દેખાતું નૈં તેથી…
સૂરજ તપે ત્યારે તારા બુઝાય અને
તારા તગે ત્યાં નહિ સૂર,
સમજું તે સાચું ને બકી બધું કાચું
એ તો પીધેલની વાત ચકચૂર… દેખાતું નૈં તેથી…
આંજણ પહેલાંની અને આંજણ પછીની આંખ
દેખ્યા દેખ્યામાં બહુ ફેર,
આંજણ મારું જો તને ખપતું અજાણ્યા જણ,
તારાં ઉતારું સહું ઝેર… દેખાતું નૈં તેથી…
Entry filed under: કવિતા.
1.
manvant | ઓગસ્ટ 15, 2006 પર 3:53 એ એમ (am)
લ્યો ઉતારો બધું ઝેર ! તમારું આંજણ ચાલશે હોં !
2.
shivshiva | ઓગસ્ટ 15, 2006 પર 7:33 એ એમ (am)
સુંદર કાવ્ય તેમ જ ફોટો. રંગનો સુમેળ
નીલા