સ્વજન સુધી – ગની દહીંવાલા.

ઓગસ્ટ 17, 2006 at 6:17 પી એમ(pm) 9 comments

અબ્દુલગની અબ્દુલકરીમ ( 17-08-1908 :: 05-03-1987 )

દિવસો  જુદાઇના  જાય છે,  એ  જશે  જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી, ન ગગન સુધી, નહિ ઉન્નતિ, ન પતન સુધી,
અહીં  આપણે  તો  જવું  હતું,  ફક્ત એકમેકના મન  સુધી.

હજી પાથરી ન શક્યું સુમન, પરિમલ જગતના ચમન સુધી,
ન  ધરાની હોય  જો સંમતિ,  મને લૈ જશો ન ગગન  સુધી.

છે  અજબ  પ્રકારની  જિંદગી !  કહો એને પ્યારની જિંદગી,
ન  રહી  શકાય  જીવ્યા વિના !  ન ટકી શકાય જીવન સુધી.

તમે  રાંકનાં છો રતન સમાં,  ન મળો,  હે અશ્રુઓ, ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી, તો હ્રદયથી જાઓ નયન સુધી.

તમે  રાજરાણીના  ચીર  સમ,  અમે  રંક  નારની  ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર,  અમે સાથ દઇએ જીવન સુધી.

જો હ્રદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી,
કોઇ  શ્વાસ બંધ કરી  ગયું,  કે  પવન ન  જાય અગન સુધી.

Entry filed under: ગઝલ.

જય શ્રી કૃષ્ણ બંદર છો દૂર છે ! – સુંદરજી બેટાઇ.

9 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  ઓગસ્ટ 18, 2006 પર 1:23 પી એમ(pm)

    સુરતને બદસૂરત કરી જનાર પૂર અને પૂર પછીની અરાજકતામાં ખોવાઈ જવાના કારણે ઘણા દિવસો પછી આજે બ્લોગ-જગતમાં પગ મૂકું છું તો વર્ષો પછી પોતાના ઘરમાં પ્રવેશતો હોઉં એમ લાગે છે…

    જવાબ આપો
  • 2. વિવેક  |  ઓગસ્ટ 18, 2006 પર 1:28 પી એમ(pm)

    લલગાલગા- આ છંદમાં ગુજરાતી ભાષામાં ખૂગ જ ઓછું કામ થયું છે અને એમાં ગનીચાચાની આ કૃતિ તો વળી શિરમોર છે… ઉર્દૂમાં આ જ છંદમાં બહાદુરશાહ ઝફરની એક ગઝલ ખૂબ જાણીતી છે- ન કિસીકી આંખકા નૂર હૂં, ન કિસીકે દિલકા કરાર હૂં, જો કિસીકે કામ ન આ સકે, મૈં વો એક મુશ્ત-એ-ગુબાર હૂં…

    જવાબ આપો
  • 3. Urmi Saagar  |  ઓગસ્ટ 19, 2006 પર 3:27 એ એમ (am)

    The entire gazal is soooo good!
    Though this sher is my favorite one…

    ન ધરા સુધી, ન ગગન સુધી, નહિ ઉન્નતિ, ન પતન સુધી,
    અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી.

    Aa gazal varmvar sambhaLvanu mann thai evi chhe…. one of my favorites!!

    Thanks Amit!

    જવાબ આપો
  • 4. shivshiva  |  ઓગસ્ટ 19, 2006 પર 10:42 એ એમ (am)

    good work
    amit

    જવાબ આપો
  • 5. shivshiva  |  ઓગસ્ટ 19, 2006 પર 10:42 એ એમ (am)

    good work amit

    જવાબ આપો
  • 6. સુરેશ જાની  |  ઓગસ્ટ 20, 2006 પર 11:49 એ એમ (am)

    જો હ્રદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી,
    કોઇ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

    મને અત્યંત ગમતી કડીઓ. વચ્ચેના બે શેર પણ ગીતમાં નથી , જે આ મૂળ રચનામાં આપ્યા છે, તે પણ બહુ જ ભાવ વાહી છે.

    જવાબ આપો
  • 7. Rajeshwari Shukla  |  સપ્ટેમ્બર 25, 2006 પર 5:35 પી એમ(pm)

    very fine ghazal.Thanks

    જવાબ આપો
  • 8. કસુંબલ રંગનો વૈભવ  |  સપ્ટેમ્બર 26, 2006 પર 11:07 એ એમ (am)

    gani chachani gani badhi gazalomani ek priya gazal Chhe its……..and mohmad rafi sahebe sundar rite gayi chhe…….i have good collection of

    જવાબ આપો
  • 9. u.k.parmar  |  ઓક્ટોબર 11, 2008 પર 9:51 પી એમ(pm)

    mari priy gajal thanx

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: