Archive for ઓગસ્ટ 18, 2006

બંદર છો દૂર છે ! – સુંદરજી બેટાઇ.

સુંદરજી બેટાઇ ( 10-08-1905  ::  16-01-1989 )

અલ્લા બેલી, અલ્લા બેલી,
              જાવું જરૂર છે,
                              બંદર છો દૂર છે !

બેલી તારો, બેલી તારો,
              બેલી તારો તું જ છે, 
                              બંદર છો દૂર છે !

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
              તારા હૈયામાં જો સાચી સબૂર છે,
                              છો ને એ દૂર છે !

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેયે દેતી એ ઝાટકા;
              મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
                              બંદર છો દૂર છે !

આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને થડકે જે છોટેરી છાતડી;
              તારી છાતીમાં જુદેરું કો શૂર છે,
                               છોને એ દૂર છે !

અલ્લા બેલી, અલ્લા બેલી,
              જાવું જરૂર છે;
                              બંદર છો દૂર છે !

બેલી તારો, બેલી તારો,
              બેલી તારો તું જ છે.
                              બંદર છો દૂર છે !

ઓગસ્ટ 18, 2006 at 6:05 પી એમ(pm) 2 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031