બંદર છો દૂર છે ! – સુંદરજી બેટાઇ.

August 18, 2006 at 6:05 pm 2 comments

સુંદરજી બેટાઇ ( 10-08-1905  ::  16-01-1989 )

અલ્લા બેલી, અલ્લા બેલી,
              જાવું જરૂર છે,
                              બંદર છો દૂર છે !

બેલી તારો, બેલી તારો,
              બેલી તારો તું જ છે, 
                              બંદર છો દૂર છે !

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
              તારા હૈયામાં જો સાચી સબૂર છે,
                              છો ને એ દૂર છે !

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેયે દેતી એ ઝાટકા;
              મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
                              બંદર છો દૂર છે !

આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને થડકે જે છોટેરી છાતડી;
              તારી છાતીમાં જુદેરું કો શૂર છે,
                               છોને એ દૂર છે !

અલ્લા બેલી, અલ્લા બેલી,
              જાવું જરૂર છે;
                              બંદર છો દૂર છે !

બેલી તારો, બેલી તારો,
              બેલી તારો તું જ છે.
                              બંદર છો દૂર છે !

Entry filed under: કવિતા. Tags: .

સ્વજન સુધી – ગની દહીંવાલા. અજાણી આંખડી – અમૃત ઘાયલ.

2 Comments Add your own

  • 1. manvant  |  August 18, 2006 at 6:26 pm

    સાગર ખેડુઓનું ઉત્સાહપ્રેરક ગીત !
    જોમ,જોશ,જુસ્સાથી બરપૂર આવાં ગીત
    કયા સાગરખેડુના દિલમાં પ્રાણ ના પૂરે ?
    આભાર, કવિ અને અમિતભાઈ !

    Reply
  • 2. shivshiva  |  August 19, 2006 at 10:39 am

    v. good poem

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 208,527 અમીનજરું

દિવસવાર ટપાલ

August 2006
M T W T F S S
« Jul   Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: