સોના વાટકડી રે – લોકગીત.
ઓગસ્ટ 21, 2006 at 4:07 એ એમ (am) 2 comments
[odeo=http://odeo.com/audio/2258141/view]
સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,
લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.
પગ પરમાણે રે કડલાં સોઇં, વાલમિયા,
કાંબિયુંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
કેડ પરમાણે રે ઘાઘરો સોઇં, વાલમિયા,
ઓઢણીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
હાથ પરમાણે રે ચૂડલા સોઇં, વાલમિયા,
ગૂજરીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
ડોક પરમાણે રે ઝરમર સોઇં, વાલમિયા,
તુળસીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
કાન પરમાણ રે ઠોળિયાં સોઇં, વાલમિયા,
વેળિયાંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
નાક પરમાણ રે નથડી સોઇં, વાલમિયા,
ટીલડીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
Entry filed under: લોકગીત - દુહા.
1.
shivshiva | ઓગસ્ટ 23, 2006 પર 8:53 એ એમ (am)
મજા આવી ગઈ લોકગીત સાંભળીને
2.
nalinbhai | એપ્રિલ 8, 2008 પર 4:05 પી એમ(pm)
hemu gadhavi nu gayelu aa lokgit.sambhalta vakhte khbar na pade tevo anero romanch anubhavay.nalinbhai