Archive for ઓગસ્ટ 22, 2006

વ્હાલમની વાતો – ભાસ્કર વોરા. ( 12-08-1907 )

વ્હાલમ  ની  વાતો  કાંઇ  વ્હેતી  કરાય  નહીં;
હળવેથી  હૈયાને  હલકું  કરાય  નહીં !

ગુનગુનતા  ભમરાને  કીધું  કે  દૂર  જા,
કળીઓના  કાળજામાં  પંચમનો  સૂર  થા;
ફોરમના  ફળિયામાં  ફોગટ  ફરાય  નહીં:
હળવેથી  હૈયાને  હલકું  કરાય  નહીં !

કુંજકુંજ  કોયલડી  શીદને  ટહુકતી,
જીવન  વસંતભરી  જોબનિયે  ઝૂકતી;
પાગલની  પ્રીત  કંઇ  અમથી  હરાય  નહીં:
હળવેથી  હૈયાને  હલકું  કરાય  નહીં !

પાગલની  આગળ  આ  અંતરને  ખોલવું,
બોલ્યું  બોલાય  નહીં  એવું  શું  બોલવું ?

ઘેલાની  ઘેલછાથી  ઘેલાં  ધરાય  નહીં;
હળવેથી  હૈયાને  હલકું  કરાય  નહીં !

ઓગસ્ટ 22, 2006 at 5:11 પી એમ(pm) 5 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031