વ્હાલમની વાતો – ભાસ્કર વોરા. ( 12-08-1907 )

ઓગસ્ટ 22, 2006 at 5:11 પી એમ(pm) 5 comments

વ્હાલમ  ની  વાતો  કાંઇ  વ્હેતી  કરાય  નહીં;
હળવેથી  હૈયાને  હલકું  કરાય  નહીં !

ગુનગુનતા  ભમરાને  કીધું  કે  દૂર  જા,
કળીઓના  કાળજામાં  પંચમનો  સૂર  થા;
ફોરમના  ફળિયામાં  ફોગટ  ફરાય  નહીં:
હળવેથી  હૈયાને  હલકું  કરાય  નહીં !

કુંજકુંજ  કોયલડી  શીદને  ટહુકતી,
જીવન  વસંતભરી  જોબનિયે  ઝૂકતી;
પાગલની  પ્રીત  કંઇ  અમથી  હરાય  નહીં:
હળવેથી  હૈયાને  હલકું  કરાય  નહીં !

પાગલની  આગળ  આ  અંતરને  ખોલવું,
બોલ્યું  બોલાય  નહીં  એવું  શું  બોલવું ?

ઘેલાની  ઘેલછાથી  ઘેલાં  ધરાય  નહીં;
હળવેથી  હૈયાને  હલકું  કરાય  નહીં !

Entry filed under: કવિતા.

સોના વાટકડી રે – લોકગીત. તું – પન્ના નાયક.

5 ટિપ્પણીઓ Add your own

  • 1. manvant  |  ઓગસ્ટ 22, 2006 પર 5:33 પી એમ(pm)

    GHAYAL NE PAYAL BE CHHOOPYAA CHHUPAAY NAHEE:
    ZAANZARANE SANTAADEE RAAKHYU RAKHAAYA NAHEE..

    CHHAANU NE CHHAPANU KAI THAAYA NAHEE ….

    GHELAANEE GHELACHHATHEE GHELAA DHARAAYA NAHEE:
    HALVETHEE HAIYAANE HALKU KARAAYA NAHEE
    VHALAMANEE VAATONE VAHETEE KARAAYA NAHEE !
    VAH KAVI …NE AMITBHAI VAH !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

    જવાબ આપો
  • 2. shivshiva  |  ઓગસ્ટ 23, 2006 પર 8:49 એ એમ (am)

    વ્હાલમનું નામ એતો મધ મીઠું નામ
    એને બોલું તો કેમ કરી બોલું

    જવાબ આપો
  • 3. Urmi Saagar  |  ઓગસ્ટ 23, 2006 પર 2:11 પી એમ(pm)

    આભાર મનવંતઅંકલ…
    આ કવિતા વાંચીને મનમાં પણ આ જ ગીત રમતું હતું, પરંતુ બધા શબ્દો યાદ આવતા ન્હોતાં…

    સુંદર કવિતા અમિત…

    જવાબ આપો
  • 4. સિદ્ધાર્થ  |  ઓગસ્ટ 30, 2006 પર 8:43 પી એમ(pm)

    આ સુંદર ગીત નવરાત્રી દરમ્યાન વડોદરામાં માં આર્કી ગ્રુપના ગાયક અચલ મહેતાના કંઠે સાંભળવાની મજા જ કઈક ઓર છે.

    સિદ્ધાર્થ

    જવાબ આપો
  • 5. Ketan Shah  |  ડિસેમ્બર 23, 2006 પર 2:17 પી એમ(pm)

    Yes, u r right Siddharth. But originally when Achal & Atul Purohit were in same group, this gazal was always sung by Atul Purohit. Today also I like to listen this geet in United Way Of Baroda Garba by Atul Purohit.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: