એક શરણાઇવાળો – દલપતરામ.

ઓગસ્ટ 24, 2006 at 4:59 પી એમ(pm) 4 comments

એક  શરણાઇવાળો  સાત  વર્ષ  સુધી  શીખી,

રાગ  રાગણી  વગાડવામાં  વખણાણો  છે;

એકને  જ  જાચું  એવી  ટેક  છેક  રાખી,  એક

શેઠને  રીઝાવી  મોજ  લેવાને  મંડાણો  છે;

કહે  દલપત્ત  પછી  બોલ્યો  તે  કંજુસ  શેઠ,

ગાયક  ન  લાયક  તું  ફોકટ  ફુલાણો  છે;

પોલું  છે  તે  બોલ્યું  તેમાં  કરી  તેં  શી  કારીગરી,

સાંબેલું  બજાવે  તો હું  જાણું  કે  તું  શાણો  છે.

Entry filed under: કવિતા.

તું – પન્ના નાયક. કાનુડે વનમાં લૂંટી – મીરા.

4 ટિપ્પણીઓ Add your own

  • 1. Urmi Saagar  |  ઓગસ્ટ 26, 2006 પર 12:48 એ એમ (am)

    પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,
    સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.

    I have read this lines b4, but just read the entire poem here today….

    thanks amit!

    જવાબ આપો
  • 2. સુરેશ જાની  |  ઓગસ્ટ 26, 2006 પર 6:50 એ એમ (am)

    “મારી ગાગર ઉતારો તો હું જાણું,
    કે શ્યામ તમે ઉંચક્યો તો પહાડને !!”

    આ ગીતમાં ય આવી જ કંઇક વાત છે ને?

    જવાબ આપો
  • 3. shivshiva  |  ઓગસ્ટ 26, 2006 પર 7:22 એ એમ (am)

    આવી જ એક વાર્તા ચીનની લોકકથામાં છે.

    જવાબ આપો
  • 4. manvant  |  ઓગસ્ટ 26, 2006 પર 11:10 પી એમ(pm)

    MAARU PRIYA GEET !

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: