કાનુડે વનમાં લૂંટી – મીરા.
ઓગસ્ટ 25, 2006 at 6:25 પી એમ(pm) 3 comments
કાનુડે વનમાં લૂંટી સખી !
મુને કાનુડે વનમાં લૂંટી.
હાથ ઝાલી મારી બાહ્ય મરોડી,
મોતીની માળા તૂટી.
આગળથી મારો પાલવડો સાહ્યો,
મહીની મટૂકી ઝૂંટી.
પાછળ પડે તેનો કેડો ન મૂકે,
નાસી શક્યાં નહીં છૂટી.
બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
કહીએ તો લોક કહે જૂઠી.
Entry filed under: કવિતા.
1.
Urmi Saagar | ઓગસ્ટ 26, 2006 પર 12:46 એ એમ (am)
nice poem…. nice picture… who is the artist?
2.
shivshiva | ઓગસ્ટ 26, 2006 પર 7:26 એ એમ (am)
ગીત ગોપીકા મીરા મુખે.
3.
manvant | ઓગસ્ટ 26, 2006 પર 11:06 પી એમ(pm)
SuNDAR !