સાહેબ હુકમ કરે કે આવું – મહેશ દવે.
ઓગસ્ટ 26, 2006 at 4:49 પી એમ(pm) 3 comments
સાહેબ હુકમ કરે કે આવું
આરણ-કારણ કાંઇ ન જાણું
ક્યાંય પછી નહીં જાઉં
સાહેબ હુકમ કરે કે આવું
મારા મનનું કાંઇ ન ચાલે
કોરે કાગળ સહી
સાહેબના અણસારે મારી
હોડી જળમાં વહી
નાવિક મારો કહે એ લયમાં
ગીત મારું હું ગાઉં
સઘળું તેને સોંપી દઇને
કામ બધાં દઉં છોડી
મેં તો મારી પ્રીત સદાયે
સાહેબ સાથે જોડી
વહેણ હોય કે પૂર હોય
પણ નહીં કદી મૂંઝાઉં
સાહેબ હુકમ કરે કે આવું.
Entry filed under: કવિતા.
1.
manvant | ઓગસ્ટ 26, 2006 પર 11:03 પી એમ(pm)
hodee lakho holinahee…………SuDHAARO
2.
સિદ્ધાર્થ | ઓગસ્ટ 30, 2006 પર 8:40 પી એમ(pm)
સરસ કવિતા છે. ઈશ્વર પ્રત્યેની આસ્થા સરસ રીતે વ્યક્ત થઈ છે.
સિદ્ધાર્થ
3.
મહેશ દવે « ગુજરાતી સારસ્વત પરિચય | સપ્ટેમ્બર 11, 2006 પર 10:56 પી એમ(pm)
[…] # રચના […]