ક્યાંથી પાનબાઇ પોરવે મોતી જી ? – ધીરેન્દ્ર મહેતા ( 29-08-1944 )
ઓગસ્ટ 28, 2006 at 9:33 પી એમ(pm) 2 comments
કલમ ખડિયો કાગળ લઇને બેઠા કાંઇ ચીતરવા જી,
ચારે છેડે બંધાયેલી દુનિયામાં વિચરવા જી.
સૂનકાર કરે છે આખું આભ ભરીને સેલારા જી,
દશે દિશામાં ગાજે એના હેલારા હેલારા જી.
આલીપા છે ધગધગતાં રણ, નદીયુંની પણ ખળખળ જી,
અહીં હાંફતાં હરણની સાથે માછલિયુંની તડફડ જી.
એમાં થઇને કંઇક મલક ને મેદાનો આ નીકળ્યાં જી,
કોઇ નગર ને ગામને પાદર ઘર ને ખડકી ખખડ્યાં જી.
અવાવરુ કૂવા, અણજાણ્યાં કોતર, ઊંડી ઊંડી ખીણો જી.
સમો ઘૂઘવે ઘેરું ઘેરું, સૂ સૂ સૂસવે તીણો જી.
કઇ આ દુનિયા, ક્યા લોક આ, ક્યાંથી લાવ્યાં ગોતી જી,
વીજળીને ઝબકારે ક્યાંથી પાનબાઇ પોરવે મોતી જી ?
Entry filed under: કવિતા.
1.
manvant | ઓગસ્ટ 30, 2006 પર 12:56 એ એમ (am)
પાનબાઇ …….તમારો જોટો ગોત્યોય નંઇ મળે ! ધન્ય તમને અને તમારાં
સાસુમા ને !……………….આભાર અમિતભાઈ !
2.
હરીશ દવે | ઓગસ્ટ 30, 2006 પર 6:46 એ એમ (am)
તમે એક સુંદર કૃતિ પસંદ કરીને પ્રકાશિત કરી, અમિત! …. હરીશ દવે