જય મંગલકર્તા.
ઓગસ્ટ 30, 2006 at 10:30 પી એમ(pm) 2 comments
જયદેવ જયદેવ, જય મંગલકર્તા, પ્રભુ…
સુખ શાંતિ શુભ ભર્તા, દુઃખ સંકટ હર્તા. જયદેવ…..
કરુણા સિંધુ કૃપાળુ, દયાદ્રષ્ટે જોશો, પ્રભુ…
અલ્પમતિ બાળકના, ક્ષમા કરો દોષો. જયદેવ…..
સત્ ચિત્ પરમાનંદ, ત્રિભુવનના સ્વામી, પ્રભુ…
પરદુઃખભંજન કહાવો, છો અંતરયામી. જયદેવ…..
ભીડ પડે ભગવંત, ધાય ભક્તની વહારે પ્રભુ…
દયા દયામય કરજો, શરણ અમે તમારે. જયદેવ…..
સાચા દિલથી દાસ, કરે નિત્ય સેવા, પ્રભુ…
ભૂલ ભૂલીને ભગવાન, ક્ષમા કરો દેવા. જયદેવ…..
ભક્તિભાવથી વંદન, કરું નિશદિવ તમને, પ્રભુ…
કૃપા કરી કરુણાળું, દો સન્મતિ અમને. જયદેવ…..
હરદમ હોઠે નામ, સમરું ગણરાયા, પ્રભુ…
હ્રદય-કમળમાં રહેજો, એ જ અભિલાષા, જયદેવ…..
એકદંતેશ્વર જગતાત, તાપ ત્રિવિધ હરજો, પ્રભુ…
પ્રણામ કરી કહીએ છીએ, કૃપાદ્રષ્ટિ હોજો. જયદેવ….
Entry filed under: ભજન - આરતી.
1.
shivshiva | ઓગસ્ટ 31, 2006 પર 2:41 પી એમ(pm)
જય ગણેશ જય ગણેશ જય ગણેશદેવા
માતા જાકી પારવતી પિતા મહાદેવા
2.
manvant | ઓગસ્ટ 31, 2006 પર 9:29 પી એમ(pm)
નજર લાગે એવી કલાત્મક આકૃતિ છે..
પ્રણામ ગણનાથને !
નામ