એક હતો રેઇનકોટ – બકુલ ત્રિપાઠી. ( 27-11-1928 )
ઓગસ્ટ 31, 2006 at 11:30 પી એમ(pm) 9 comments
પ્રખ્યાત હાસ્ય લેખક અને ગુજરાતી સાહિત્યના હીરલાસમ્ શ્રી બકુલ ત્રિપાઠી આજે આપણી વચ્ચે નથી. તેમનુ હાર્ટ એટેક થી દુઃખદ અવસાન થયુ છે. ઇશ્વર તેમના દિવ્ય આત્મા ને શાંતિ તથા સદગતી અર્પે અને તેમના પરિવાર- જનોને આ આઘાત સહન કરવાને શક્તિ આપે. તેમને શ્રદ્ધા સુમન અર્પણ કાજ અહીં તેમની એક કવિતા.
એક હતો રેઇનકોટ
ને આપણે બે !
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ.
તું જ ઓઢને !
‘તારે જ ઓઢવો પડશે’ એવો
હુકમ કીધો આ જહાંપનાહે ને
બદતમીજીની હદ આવી ગઇ.
‘હું નહીં તમે જ ઓઢો’ એવી
હઠ લીધી તે નૂરજહાંએ.
હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં ! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?
સારું થયું ને ? કે…..
બે હતાં આપણે
ને રેઇનકોટ એક !
1.
Vikram Bhatt | સપ્ટેમ્બર 1, 2006 પર 4:24 પી એમ(pm)
Ohm Shanti.
2.
manvant | સપ્ટેમ્બર 1, 2006 પર 10:38 પી એમ(pm)
કાવ્યમાં બેમાંથી એક થવાનો સારો ભાવ દેખાય છે ! છત્રી તો માત્ર સાધનરૂપ જ રહી ! આભાર !
3.
Vipul Talati | સપ્ટેમ્બર 2, 2006 પર 2:00 પી એમ(pm)
Man of humour. Only person with great passionate and deep thinking inside can make a whole world laugh.
Now Budhwar ni bapor pehla jevi nahi rahe.
May his soul rest in peace & humour.
4.
NaSrul Saiyed નસરૂલ સૈયદ | સપ્ટેમ્બર 2, 2006 પર 4:54 પી એમ(pm)
“એક હતો રેઇનકોટ”
સાચો પ્રેમ કર્યો હોયતો જે કાંઈ પણ વાંચો,સાંભળો તમને એવુંજ લાગે “અરરે, આતો મારા માટેજ લખાયેલું છે.” “એક હતો રેઇનકોટ” વાંચતાની સાથેજ આંતરાષ્ટિ્રય ફોન કરીને જોલુંને આખી કવિતા સંભળવી… માનો યા ના માનો કવિતાનાં પાત્રોને વરસાદમાં નાહ્વાની જેટલી મજા આવી હશે એટલીજ મજા મે ફોન પર વાત કરીને માણી…. આ વરસાદી વાદળ શ્રી બકુલ ત્રિપાઠીને મારા પ્રણામ
5.
Rajendra Trivedi, M.D. | સપ્ટેમ્બર 7, 2006 પર 5:02 એ એમ (am)
Bakulbhai Left vinaben, My Friend Himanshu ( Bakulbhai younger brother) and His Family here. We all join to comfort them to accept the loss and Pray That Bakulbhai’s soul rest in peace.
BAKULBHAI HUMOUR WILL KEEP US GOING…….
Rajendra Trivedi And Family
6.
Chheda Henal Chhagan | નવેમ્બર 3, 2006 પર 5:21 પી એમ(pm)
I want all the poems of bakul tripathi.
7.
Vipul Talati | ડિસેમ્બર 4, 2006 પર 10:32 પી એમ(pm)
Budhvaar Ni Bapor has always been my favourite article in Gujarat Samachar. I have presonally known Bakul Tripathi through my maternal uncle Govind Saraiya and heard stories about him. May god rest his soul in peace.
8.
Keyur Patel | જાન્યુઆરી 12, 2007 પર 7:43 પી એમ(pm)
Ek sukhad aanchko laagyo. Bakulbhai hasya ni saathe saathe kavya pan kari jaane che te jaani ne. Aam to kalmindh patthar mahi thi e kunpal phut ti j hoy che ne!!! Ghanu j saras.
9.
Parihar Dharmendra | સપ્ટેમ્બર 18, 2018 પર 9:19 પી એમ(pm)
parnu to aenej parnu bakul tripathi