Archive for સપ્ટેમ્બર 2, 2006

મંગલ મંદિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા.

નરસિંહરાવ ભો. દિવેટિયા ( 03-09-1859 :: 14-04-1937 )


      મંગલ  મંદિર  ખોલો, 
                        દયામય !
      મંગલ  મંદિર  ખોલો,

જીવનવન  અતિ  વેગે  વટાવ્યું
               દ્વાર  ઊભો  શિશુ  ભોળો ; 
તિમિર  ગયું  ને  જ્યોતિ  પ્રકાશ્યો,
               શિશુને  ઉરમાં  લો,  લો,
                        દયામય ! 

નામ  મધુર  તમ  રટ્યો  નિરંતર
               શિશુસહ  પ્રેમે  બોલો ;
દિવ્ય  તૃષાતુર  આવ્યો  બાલક,
               પ્રેમ – અમીરસ  ઢોળો,
                        દયામય !
      મંગલ મંદિર ખોલો !

આ સુંદર પ્રાર્થનાગીત સાંભળવા અહી ક્લીક કરો.

સપ્ટેમ્બર 2, 2006 at 11:43 પી એમ(pm) 4 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930