ઘણી ઘણી હામો – લોકગીત.
સપ્ટેમ્બર 5, 2006 at 11:50 પી એમ(pm) 5 comments
સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે પાણી નૈ ભરું રે લોલ,
સાયબા, મુને રૂપલા બેડાની ઘણી હામ રે
સાયબા, મુને મુંબઇમાં મો’લ ચણાવજો રે લોલ.
સાયબા, મારે સાસરો ભલા પણ વેગળા રે લોલ,
સાયબા, મુને ઘૂંઘટ કાઢ્યાની ઘણી હામ રે. – સાયબા, મુને…
સાયબા, મારી સાસુ ભલાં પણ વેગળા રે લોલ,
સાયબા, મુને પગે પડ્યાની ઘણી હામ રે. – સાયબા, મુને…
સાયબા, મારે જેઠ ભલા પણ વેગળા રે લોલ,
સાયબા, મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે. – સાયબા, મુને…
સાયબા, મારે જેઠાણી ભલાં પણ વેગળાં રે લોલ,
સાયબા, મુને વાદ વદ્યાની ઘણી હામ રે. – સાયબા, મુને…
સાયબા, મારો દેર ભલા પણ વેગળા રે લોલ,
સાયબા, મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રે. – સાયબા, મુને…
સાયબા, મારી દેરાણી ભલાં પણ વેગળા રે લોલ,
સાયબા, મુને જોડે રે’વાની ઘણી હામ રે. – સાયબા, મુને…
Entry filed under: લોકગીત - દુહા.
1.
સુરેશ જાની | સપ્ટેમ્બર 6, 2006 પર 9:37 એ એમ (am)
ભાઇ અમિત !
જ્યારે લાવે ત્યારે આવી ઘરવાળી લાવજે !
ઇન્ટરવ્યુ લે ત્યારે આ લોકગીત વંચાવી કબૂલ કરાવવા પ્રયત્ન કરજે.
આવી ઘરવાળી મળશે કે કેમ તે તો ખબર નથી, પણ તું બાજપેયીજી જેવો મોટ્ટો માણસ જરૂર બની શકીશ તે વાત ચોક્કસ છે !!
2.
Urmi Saagar | સપ્ટેમ્બર 6, 2006 પર 7:22 પી એમ(pm)
ha ha ha ha 🙂
Amit, you heard our vadil……. now you know what to do!!!
3.
manvant | સપ્ટેમ્બર 6, 2006 પર 8:13 પી એમ(pm)
અમિતભાઈ ! હજુ પ્રીતમ પાતળિયો તો બાકી જ રહ્યો ને ?(સાહ્યબો).
ઘણું જાણીતું ને ગવાયેલું આ લોકગીત છે.પણ સારું છે.આભાર !
4.
Mrugesh shah | સપ્ટેમ્બર 7, 2006 પર 9:04 પી એમ(pm)
અમિતભાઈને આ અમીઝરણામાંથી આવી જ કોઈ ‘અમી’ મળી જાય એવા વડિલોના આશિર્વાદ છે જ અને સાથે મારી શુભકામનાઓ.
5.
shivshiva | સપ્ટેમ્બર 16, 2006 પર 3:15 પી એમ(pm)
સાંકડી શેરીમાં મારા સાસુજી મળીયા
મુને લાજ્યું કાઢ્યાંની ઘણી હામ રે
આવું જ સુંદર આ લોકગીત છે.