રામની અજબ રચના રે – કાગ.
સપ્ટેમ્બર 8, 2006 at 11:00 પી એમ(pm) 5 comments
રામની અજબ રચના રે, એનો પાર મનુષ્ય કેમ પાવે ?
પાર મનુષ્ય નહિ પાવે રે, ભલે ઊંચા વિમાન ઉડાવે….. રામની…
સુખ ભોગવવા કરે કમાણી, લક્ષ્મી ઢસડી લાવે;
ભોગવવાનું ટાણું આવે ત્યાં, ગેબનાં તેડાં આવે…… રામની…
ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે, બીજા ભૂવાને બોલાવે;
તાપ તપે જ્યારે વૈદ્યના તનમાં, ઓસડ યાદ ન આવે…… રામની…
જોષીડો સહુના જોષ જુવે ને, ધનના યોગ બતાવે;
બીજાને લખપતિ બનાવે, એને દોકડો હાથ માં ન આવે…… રામની…
ઘેલી લાલચમાં ઘેલા બનીને, ગાંઠનો ગરથ ગુમાવે;
દેવી દેવતા પીર પેગંબર, આવરદા ન અપાવે…… રામની…
રામ કહે તે કામ કરી લે, હુકમ હરદે આવે;
‘કાગ’ કે જીવડા વમળે ચડ્યો તો, લખચોરાશીમાં જાવે…… રામની…
Entry filed under: કવિતા.
1.
manvant | સપ્ટેમ્બર 9, 2006 પર 1:54 એ એમ (am)
કાગ,હેમુ ને ઝવેર……………..ત્રણે રત્નો !
રામની રચના તો તેઓ જ જાણે !
આપણું ગજું નહ્રીં. આભાર અમિતભાઈ !
2.
nilam doshi | સપ્ટેમ્બર 9, 2006 પર 10:49 એ એમ (am)
enjoyed .
શું માલ છે..રચના ખૂબ ગમી.
3.
UrmiSaagar | સપ્ટેમ્બર 10, 2006 પર 8:09 પી એમ(pm)
સુંદર રચના….
4.
shivshiva | સપ્ટેમ્બર 16, 2006 પર 3:22 પી એમ(pm)
કાગની સુન્દર રચના છે
5.
M.S. CHOUHAN | એપ્રિલ 22, 2008 પર 11:28 એ એમ (am)
Thanks,
Please write us Mahakavi Kaag’s other Poet, Dohe & other Creation ,
We awaiting for your reply.
Thanks.