Archive for સપ્ટેમ્બર 10, 2006
આવો ! – મકરન્દ દવે. ( 13-11-1922 )
અમે રે સૂકું રૂ નું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ – આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે ઊધઇ – ખાધું ઇંધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
કે.કા. શાસ્ત્રી
શ્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી ( કે.કા. શાસ્ત્રી) 28-07-1905 :: 09-09-2006
ગુજરાતી અને સંસ્કૃત ના વિદ્વાન એવા શ્રી કે.કા. શાસ્ત્રી ના અવસાન થી ગુજરાતી સાહિત્ય એ એક અમુલ્ય રત્ન ગુમાવ્યુ છે. વિશ્વ હિંદુ પરિષદ ના સ્થાપક સભ્ય મા ના એક.
ઇશ્વર તેમના આત્મા ને શાંતિ અને સદગતિ આપે.
સમર્થ વિદ્વાનની વિદાય : મોરારી બાપુ
ગુજરાતે ઋષિપુરુષ ગુમાવ્યા : અશોક સિંઘલ
સાહિત્યકાર પ્રકાંડ પંડિત મહામહિમમોપાધ્યાય પદ્મશ્રી કે.કા. શાસ્ત્રી ને વંદન.
મિત્રોના પ્રતિભાવ