આવો ! – મકરન્દ દવે. ( 13-11-1922 )
સપ્ટેમ્બર 10, 2006 at 9:18 પી એમ(pm) 6 comments
અમે રે સૂકું રૂ નું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ – આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે ઊધઇ – ખાધું ઇંધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
Entry filed under: કવિતા.
1.
manvant | સપ્ટેમ્બર 10, 2006 પર 11:26 પી એમ(pm)
મારું પ્રિય ગીત ! આભાર અમિતભાઈ ! મારા સંગ્રહમાં છે,
2.
સુરેશ જાની | સપ્ટેમ્બર 11, 2006 પર 4:20 પી એમ(pm)
આ ગીત અજિત શેઠે કંપોઝ કર્યું છે અને આજ નામના આલ્બમમાં તે સાંભળી શકશો. બીજા સાત , મકરંદ દવે- સાંઇ કવિ- ના ગીતો પણ તેમાં છે.
બધા મારા ખૂબ પ્રિય ગીતો.
3.
Urmi Saagar | સપ્ટેમ્બર 12, 2006 પર 6:51 એ એમ (am)
સુંદર ગીત!
4.
વિવેક | સપ્ટેમ્બર 12, 2006 પર 3:00 પી એમ(pm)
પ્રેમની તીવ્રતા – ભલે પછી એ પ્રભુ માટે હોય કે પ્રિયજન માટે – આનાથી વધારે વેધક કદાચ કોઈ જ ગુજરાતી કાવ્યોમાં જડવી અશક્ય છે. રૂના તાર-તારમાં પ્રસરી જતા અત્તરની ઝંખના હોય કે પછી જાળિયામાંથી પ્રવેશતો પ્રકાશ હોય કે અગ્નિની કૂખમાં મૂકાયેલું ઈંધણું હોય, પ્રેમીની સાથે એકાકાર થવાની કે અદ્વૈત સ્થાપવાની જે અદમ્ય અને તીવ્ર ઝંખના આ ગીતમાંથી શબ્દે-શબ્દે ઝરે છે એ કદાચ અવર્ણનીય છે…
5.
મકરન્દ દવે « ગુજરાતી સારસ્વત પરિચય | ઓક્ટોબર 23, 2006 પર 8:49 પી એમ(pm)
[…] # અમે રે સૂકું રૂનું પૂમડું […]
6.
Dr. Minu Bhatt | સપ્ટેમ્બર 26, 2013 પર 1:29 પી એમ(pm)
Shree Makarandbhai is my favourite. I love to read his books. The New book of Letters written by him is coming on 31rst Jan. 2014. The title of the book is not yet decided. But book is in the press. It is worth reading. I tell you it is excellent book. Publishers are Navbharat Sahitya Mandir.