તમે ટહુક્યાં ને… – ભીખુભાઇ કપોડિયા ( 08-07-1949 )
સપ્ટેમ્બર 13, 2006 at 9:43 એ એમ (am) 5 comments
તમે ટહુક્યાં ને આભ મને ઓછુ પડ્યું…
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખુ ગગન મારું ઝોલે ચડ્યું…
લીલી તે કુંજમાંથી આવ્યે બે બોલ
જેમ ઊજળી કો’સારસની જોડ,
પાંખનો હેલાર લઇ પાંપણિયે, ઉર મારું
વાંસળીના સુર મહી હેલે ચડ્યું.
તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડ્યું કે કુંડમાંથી ઝરણું દડ્યું…
મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઇ
નીરખું નીરખું ન કોઇ ક્યાંય,
એવી વનરાઇ હવે ફાલી
સોનલ ક્યાંય તડકાની લાય નહીં ઝાંય,
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં…ય
વન આખુંયે લીલેરા બોલે મઢ્યું…
આ રૂડુ ગીત સાંભળવા અહીં ક્લીક કરો. (ટહુકો)
Entry filed under: કવિતા.
1.
સુરેશ જાની | સપ્ટેમ્બર 13, 2006 પર 4:33 પી એમ(pm)
અદ્-ભૂત રચના ..
આ ગીત અજિત શેઠની સ્વર રચનામાં ફાલ્ગુની શેઠના કંઠે સાંભળવું તે એક લ્હાવા જેવું છે. કુદરતની સુંદરતાંનું વર્ણન અને એવીજ સુંદર સ્વર રચના.
પ્રથમ પ્રેમથી જે ઉર્મિઓ હૈયામાં ફૂટે, તેનું આટલું સુંદર નિરૂપણ બહુ ઓછા કાવ્યોમાં જોવા મળે છે.
આવું પ્રથમ પ્રેમનું કાવ્ય છે-
દિલમેં એક લહર સી ઊઠી હૈ અભી, કોઇ તાજા હવા ચલી હૈ અભી.
કુછ તો નાઝૂક મિઝાઝ હૈ હમ ભી, ઔર યે ચોટ ભી નયી હૈ અભી.
ગુલામ અલીના કંટ્ઠમાઅં આ રચના મરું બહુ જ પ્રિય પ્રણય કાવ્ય છે.
આભાર …
2.
manvant | સપ્ટેમ્બર 13, 2006 પર 7:06 પી એમ(pm)
તરસ્યાં હરણાંની તમે પરખી આરત……
ગીત છેડ્યું કે કુંડમાંથી ઝરણું દડ્યું……
તમે …………………..ટહુક્યાંંંંંંંંં
વાહ ! કવિ ! વાહ ! અમિતભાઈ !
3.
Urmi Saagar | સપ્ટેમ્બર 13, 2006 પર 7:59 પી એમ(pm)
સુંદર ગીત…. સાંભળવું ખૂબ ગમ્યું!
4.
shivshiva | સપ્ટેમ્બર 19, 2006 પર 3:45 પી એમ(pm)
મજા આવી ગઈ
5.
Ketan Shah | ડિસેમ્બર 23, 2006 પર 2:14 પી એમ(pm)
Listen this geet in the voice of Nisha Upadhyay. It is available in Arkee Garba CD. I love this to hear.