વ્યર્થ દુનિયામાં – બરકત વિરાણી ‘બેફામ’

સપ્ટેમ્બર 14, 2006 at 11:18 પી એમ(pm) 5 comments

વ્યર્થ  દુનિયામાં  પ્રણયને  આંધળો  કહેવાય  છે ;
તું  નયન  સામે  નથી  તોપણ  મને  દેખાય  છે.

જ્યાં  જુઓ  ત્યાં  બસ  બધે  એક  જ  વદન  દેખાય  છે ;
કોઇને  એક  વાર  જોયા  બાદ  આવું  થાય  છે.

એમ  તો  એનું  અચાનક  પણ  મિલન  થઇ  જાય  છે ;
શોધમાં  નીકળું  છું  ત્યારે  જ  એ  સંતાય  છે.

આવ  મારાં  આંસુની  થોડી  ચમક  આપું  તને,
તું  મને  જોઇને  બહું  ઝાંખી  રીતે  મલકાય  છે.

એટલે  સાકી,  સુરા  પણ  આપજે  બમણી  મને,
મારા  માથા  પર  દુઃખોની  પણ  ઘટા  ઘેરાય  છે.

હોય  ના  નહિ  તો  બધોય  માર્ગ  અંધારભર્યો,
લાગે  છે  કે  આપની  છાયા  બધે  પથરાય  છે.

હું કરું  છું  એના  ઘરની  બંધ  બારી  પર  નજર,
ત્યારે  ત્યારે  મારી  આંખોમાં  જ  એ  ડોકાય  છે.

પ્યાર  કરવો  એ  ગુનો  છે  એમ  માને  છે  જગત,
પણ  મને  એની  સજા  તારા  તરફથી  થાય  છે.

છે  લખાયેલું  તમારું  નામ  એમાં  એટલે,
લેખ  મારાથી  વિધિના  પણ  હવે  વંચાય  છે.

છે  અહીં  ‘બેફામ’  કેવળ  પ્રાણની  ખુશ્બૂ  બધી,
પ્રાણ  ઊડી  જાય  છે  તો  દેહ  પણ  ગંધાય  છે.

Entry filed under: ગઝલ.

આજ રે સ્વપનામાં – લોકગીત. આ તનરંગ – બ્રહ્માનંદ.

5 ટિપ્પણીઓ Add your own

 • 1. dipankar naik  |  સપ્ટેમ્બર 15, 2006 પર 11:34 એ એમ (am)

  beautiful gazal by befaam.

  he is extra ordinary, thanks amit, may we have some more.

  જવાબ આપો
 • 2. manvant  |  સપ્ટેમ્બર 16, 2006 પર 12:53 એ એમ (am)

  હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર !
  ત્યારે ત્યારે મારી આંખ આગળ એ ડોકાય છે !……….

  ઘણું ઝીણું દર્શન …….પારદર્શક….ખરુંને ? આભાર.

  જવાબ આપો
 • 3. chetna  |  સપ્ટેમ્બર 22, 2006 પર 2:37 એ એમ (am)

  its true love…!

  જવાબ આપો
 • 4. કસુંબલ રંગનો વૈભવ  |  સપ્ટેમ્બર 24, 2006 પર 4:33 પી એમ(pm)

  good pholosofy of barakat viarani befam………aatama parani khubuni vaat khub gami………..

  જવાબ આપો
 • 5. hemoka  |  એપ્રિલ 18, 2021 પર 12:03 એ એમ (am)

  મારી પાસે બરકત વિરાણી સાહેબ નું પુસ્તક હતું, હવે નથી. મારે જો વેચાતું લેવું હોય તો, ઓનલાઇન મળી શકે ખરું?
  Very touching Sher, just superb. I have left Ahemdabad since last 19 years, I miss you Gujarat, specially these poet’s creations, please inform me if I can purchase from any online store.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: