આ તનરંગ – બ્રહ્માનંદ.
સપ્ટેમ્બર 16, 2006 at 12:22 એ એમ (am) 4 comments
આ તનરંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે જી;
અસંખ્ય ગયા ધનસંપત્તિ મેલી, તારી નજરું આગે જી.
અંગે તેલફુલેલ લગાવે, માથે છોગાં ઘાલે જી;
જોબન – ધનનું – જોર જણાવે, છાતી કાઢી ચાલે જી.
જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઇ ડોલે જી;
મગરૂરીમાં અંગ મરોડે, જેમતેમ મુખથી બોલે છે.
મનમાં જાણે મુજ સરીખો, રસિયો નહીં કોઇ રાગી જી;
બહારે તાકી રહી બિલાડી, લેતાં વાર ન લાગે જી.
આજકાલમાં હું – તું કરતાં, જમડા પકડી જાશે જી;
બ્રહ્માનંદ કહે, ચેત અજ્ઞાની, અંતે ફજેતી થાશે જી.
Entry filed under: કવિતા.
1.
manvant | સપ્ટેમ્બર 16, 2006 પર 1:04 એ એમ (am)
બ્રહ્માનંદ..પ્રેમાનંદ,નિષ્કુળાનંદ…મુક્તાનંદ ,ગુણાતીતાનંદ જેવા
સંતોએ સંપ્રદાયની ધજા લહેરાતી રાખી છે.
બ્રહ્માનંદ કહે :ચેત અજ્ઞાની ….અંતે ફજેતી થાશે જી….\
લોકજીભે વસેલાં એમનાં ભજનો નિરંતર ગવાતાં રહેશે.જ !
2.
હરીશ દવે | સપ્ટેમ્બર 17, 2006 પર 8:12 એ એમ (am)
અધ્યાત્મના ઊંડા રહસ્યો ખોલી દેતા બ્રહ્માનંદના ભજનોનો આસ્વાદ માણવામાં આનંદ જ નીપજે!
… હરીશ દવે
3.
સુરેશ જાની | સપ્ટેમ્બર 18, 2006 પર 6:32 પી એમ(pm)
શાળાના દિવસો યાદ આવી ગયા. આ કવિતા અમારે ભણવામાં આવતી હતી.
4.
shivshiva | સપ્ટેમ્બર 19, 2006 પર 3:31 પી એમ(pm)
આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુનાં